એન્ટરટેઇન્મેન્ટગુજરાતસુરત

સુરતમાં સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગના આયોજનને લઈ પેરાઇઝો ક્લબ ખાતે ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ

9 મી થી 12 ફેબ્રુઆરી સુધી યોજાનાર લીગમાં દેશભરમાંથી મોડેલ, એક્ટ્રેસ, બ્લોગર્સ સહિતના કલાકારો ભાગ લેશે

સુરત : સુરતના આંગણે આગમી ફેબ્રુઆરી મહિનામાં દેશભરના મોડેલ, આર્ટિસ્ટ, એક્ટ્રેસ અને બ્લોગર્સનો મેળાવડો જામશે, કારણ કે સુરતના આંગણે સતત બીજા વર્ષે એન. ટાઇગર પ્રોડેકશન અને પીટી ફિલ્મ્સ દ્વારા સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં યોજાનાર આ લીગની આજ રોજ દાંડી રોડના પેરાઇઝો ક્લબ ખાતે કોવીડ ગાઇડલાઇન્સની સાથે ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં અનેક કલાકારો અને નામાંકિત લોકોએ ભાગ લીધો હતો.
લીગમાં આયોજક એવા એન. ટાઇગર પ્રોડક્શનના નસલી બેસાનીયા અને પીટી ફિલ્મ્સના પ્રવેશ ઠાકોરે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે આપણા દેશમાં ક્રિકેટની રમત પ્રત્યે ભારે આકર્ષણ છે, ત્યારે ક્રિકેટના બદલતા સ્વરૂપ આ રમતને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહાનગરોમાં બોક્સ ક્રિકેટ એ ઘેલું લગાડયું છે. ત્યારે સુરત બોક્સ ક્રિકેટને મળી રહેલી સફળતાને જોઈને સતત બીજા વર્ષે સુરત ખાતે સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગનું આયોજન 9 મી ફેબ્રુઆરી થી 12 મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે જેમાં કોવીડ ગાઇડલાઇન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ પહેલા આજરોજ લીગની ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં લીગમાં ભાગ લેનાર સહિતની અનેક સેલિબ્રિટી હજાર રહી હતી. લીગ માટે આગામી 10મી જાન્યુઆરીના રોજ ટીમ સિલેકશન યોજાશે. આ ઇવેન્ટમાં દેશભરમાંથી મોડેલ, એક્ટ્રેસ, આર્ટિસ્ટ, બ્લોગર્સ સહિત 150થી વધુ નામાંકિત કલાકારો અને વિશેષ વ્યક્તિઓ ભાગ લેશે. બોક્સ ક્રિકેટ લીગનું સંપૂર્ણ આયોજન દાંડી રોડ ખાતેના પેરાઇઝો ક્લબ ખાતે થશે. આ આયોજનમાં પ્રાયોજક તરીકે જૈન એસ્ટેટ ગ્રુપના જય જૈન છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button