જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
સુરત: એપ્રિલ મહિનાથી સી.બી.એસ.ઈના નવા સત્ર ના આરંભ સાથે શહેરની અગ્રણી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે માતા-પિતા અને વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક માહિતી આપવા માટે વર્ચ્યુઅલ રીતે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નું આયોજન કર્યું.
જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીના વિકાસ તથા માતા-પિતા અને શિક્ષકોની ભુમિકાની મહત્વતાને સારી રીતે સમજે છે. શાળા, શિક્ષકો અને માતા-પિતાના સંયુક્ત પ્રયાસો વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન આપી શકે છે. આ બાબતને લક્ષ્યમાં રાખીને જ પ્રી-પ્રાઇમરી, પ્રાઇમરી, મિડલ અને હાયર સેક્શન માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ 2021-22 નું વર્ચ્યુઅલ રીતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રિન્સિપાલ ડો. મૌપાલી મિત્રાએ શાળાના વિઝન અને મીશન અંગે જાણકારી આપીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શન કોઓર્ડીનેટર શ્રીમતી બિનલ દેસાઈ, મિડલ સેક્શન કોઓર્ડીનેટર શ્રીમતી કરિશ્મા ખન્ના તથા હાયર સેક્શન કોઓર્ડીનેટર ડો. રેણુકા સિંહ પરમારે માતા-પિતા અને બાળકોનું સ્વાગત કર્યું હતું.
તેઓએ દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની જરૂરિયાત ઉપર બળ મૂક્યું હતું, જે શાળાનો મુખ્ય આશય છે. આ ઉપરાંત તેઓએ માતા-પિતાને પરિક્ષા પદ્ધતિની માર્ગદર્શિકા તથા મૂલ્યાંકનની પદ્ધતિ અંગે સમજણ આપી હતી તથા શાળામાં વપરાતા અત્યાધુનિક ટીચિંગ સિસ્ટમ્સ વિષે માહિતી આપી હતી.
પીવીએ (પરફોર્મિંગ એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ) કોઓર્ડીનેટર શ્રી ચૈતન્ય ભાણાવાળાએ શાળા માં ચાલતી વિવિધ પીવીએ પ્રવૃત્તિઓ ની માહિતી આપી હતી તથા સ્પોર્ટ્સ કોઓર્ડીનેટર શ્રી આશિષ સિંહે સ્પોર્ટ્સ એકટીવીટી વિષે જાણકારી આપી હતી .
માતા-પિતા માટે આ પ્રોગ્રામ ચોક્કસપણે ઉપયોગી અને માહિતીસભર સાબિત થયો હતો.