બિઝનેસ

AAA ટેકનોલોજીસ લી.નો આઇપીઓ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦એ ખુલશે

સુરત: હવે, સમય આવી ગયો છે કે, AAA ટેકનોલોજીસ લી. માર્કેટમાં ઉતરે. આગામી તા. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ છછછ ટેકનોલોજીસ લી. નો આઇપીઓ ખુલશે.

AAA ટેકનોલોજીસ લી. ઇર્ન્ફોમેશન ટેકનોલોજી તેમજ ઇનર્ફોમેશન સિક્યુરીટી ઓડિટિંગ એન્ડ કન્સલટિંગમાં કામ કરે છે. જેનો પ્રાથમિક પબ્લીક ઇશ્યુ (IPO) આગામી તા. ૩૦મી સપ્ટેમ્બરના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં ખુલશે. જેમાં પ્રાથમિક તબક્કે ૨૪,૩૬,૦૦૦ ઇક્વીટી શેર જેની કિંમત પ્રતિ શેર રૃ. ૧૦ હશે જે રૃ. ૪૨થી ખુલશે. જેની કુલ અંદાજીત કિંમત રૃ. ૧૦.૨૩ કરોડ જેટલી થશે. કંપનીની કિંમત P/Eના ૯.૧૩ ના આધારે ગણતરી કરી પોસ્ટ બોનસ પર EPSની સરેરાશ રહેશે. ઇશ્યુના લીડ મેનેજર ચાર્ટડ ફાઇનાન્સ મેનેજમેન્ટ લી, માર્કેટ મેકર NNM સિક્યુરીટીઝ પ્રા. લી. જ્યારે તેના રજીસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લી. રહેશે.

કંપની દ્વારા આઇપીઓથી આવતી રકમનો ઉપયોગ કંપનીના એક્સપાન્શન અને વિકાસ માટે કરવામાં આવશે. જેના થકી કંપની દ્વારા ભારતના જુદા જુદા શહેરોમાં વેપારનો વિકાસ કરાશે. જેમાં ખાસ કરી વર્કિંગ કેપીટીલની જરૃરીયાત અને સામાન્ય કોર્પોરેટ કામકાજને મહત્વ અપાશે.

એક દાયકા જેટલા અનુભવ સાથે કંપની માર્કેટમાં ઇર્ન્ફોમેશન ટેકનોલોજી અને સાયબર સિક્યૂરીટી ઓડિટ સ્પેસમાં લીસ્ટ થનાર પ્રથમ કંપની બનશે. કંપની તેના ક્ષેત્રમાં એક આગવી ઓળખ ધરાવે છે. જેના પ્રમોટર શ્રી. અંજય અગ્રવાલ અને શ્રી વેણુગોપાલ ધૂત આ ક્ષેત્રના પીઢ અનુભવી છે.

શ્રી અંજય અગ્રવાલ ઇન્ફોર્મેશન સિક્યૂરીટીના તજજ્ઞા છે. જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે આ ક્ષેત્રનો ૨૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. COBIT Certified Assessor Designation મેળવનાર વિશ્વમાં તેઓ ૫૫માં વ્યક્તિ છે. તેઓ સરકારી તેમજ ક્ષેત્રની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્યના મહારાષ્ટ્ર આઇટી એવોર્ડના જ્યુરી સભ્ય, ISACA (USA), ISACA (Mumbai Chapter), The Institute of Chartered Accountants of India સહિતનો સમાવેશ થાય છે. ISACA, ઇનટરનેશનલના ગર્વમેન્ટલ અને રેગ્યુલેટ્રી બોર્ડના ચેરમેન તરીકે સેવા આપનાર એશીયામાંથી તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેઓ ISACA, મુંબઇ ચેપ્ટર સાથે ૨૦૦૦-૨૦૦૧થી જોડાયેલા છે. જેમાં તેમણે જુદી જુદી અનેક જવાબદારીઓ સંભાળી હતી. તેમજ તેઓ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન સંસ્થાન પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ ISACA, ઇન્ટરનેશનલ સાથે ૨૦૦૨થી જોડાયેલા છે. જે દરમિયાન તેમણે જુદા જુદા અનેક બોર્ડ તેમજ કમિટીમાં સેવા આપી છે. તેઓ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં ઓડિટ કમિટીના સભ્ય, ૨૦૧૧-૨૦૧૨માં ફાઇનાન્સ કમિટીના સભ્ય તરીકે ISACA, ઇન્ટરનેશનલમાં સેવા આપી ચુક્યા છે.

તેઓએ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ ઇન્ડિયાના ઇર્ન્ફોમેશન ટેકનનોલોજી કમિટીના કો-ઓપ્ટ સભ્ય તરીકે ૨૦૦૩-૨૦૦૪ દરમિયાન સેવા આપી હતી. તેમજ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટડ એકાઉન્ટન્ટના વેસ્ટર્ન રિજીયોનલ કાઉન્સ્લિના ઇર્ન્ફોમેશન ટેકનોલોજી કમિટીના કો-ઓપ્ટ સભ્ય તરીકે પણ તેમણે ૨૦૦૨ અને ૨૦૦૮માં સેવા આપી હતી. અત્યાર સુધીમાં ઇર્ન્ફોમેશન સિક્યૂરીટી અને સાઇબર સિક્યૂરીટીના ૧૦ હજાર કરતાં પણ વધારે એસાઇનમેન્ટમાં તેઓ સહભાગી થયા છે.

કંપની પ્રાથમિક ધોરણે આઇટી ઓડિટ અને સાઇબર સિક્યૂરીટી ઓડિટ કંપની છે. જે ઇર્ન્ફોમેશન સિસ્ટમ ઓડિટ, સાઇબર સિક્યૂરીટી, આઇટી એશ્યોરન્સ એન્ડ કંપ્લાયન્સીસ, BFSI માટે ઇર્ન્ફોમેશન સિક્યૂરીટી અને આઇટી ગર્વનન્સ, રેગ્યુલેટરી એજન્સી તેમજ પબ્લીક પ્રાઇવેટ સેક્ટર ઓર્ગેનાઇઝેશનનો સમાવેશ થાય છે.

કંપનીનું નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ની આવક રૃ. ૧૪૨૪.૭૪ લાખ, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની આવક રૃ. ૧૦૪૭.૪૯ લાખ, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની આવક ૧૦૪૦.૦૦ લાખ હતી. કંપનીનો ટેક્સ કપાત બાદ નફો નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૃ. ૩૬૯.૮૦ લાખ, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૃ. ૨૦૬.૦૨ લાખ અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧માં ૯૯.૯૭ લાખ હતો.

AAA ટેકનોલોજીસના ચેરમને અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, AAA ટેકનોલોજીસ ઇર્ન્ફોમેશન ટેકનોલોજી તેમજ સિક્યૂરીટી ઓડિટિંગ એન્ડ કન્સલટિંગની બહોળી સર્વિસ સાથે તેના ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપે છે. જેથી તેમના ગ્રાહકોને સલામત અને સુરક્ષીત વાતાવરણ આપી શકાય. કંપની ક્ષેત્રમાં અજ્ઞાાયવાદી છે, તેમજ બીજી કોઇ ઇન્ડસ્ટ્રી પર વેપાર માટે નિર્ભર નથી. જે અમને અમારા વેપારમાં જોખમ સામે મદદ કરે છે. બે દાયકા જેટલો ક્ષેત્રનો અનુભવ, સક્ષમ ટીમ અને લાંબાગાળાના ગ્રાહકો સાથેના સંબંધોથી કંપની મજબૂત વિકાસ તરફ આગળ વધી રહી છે. તેટલું જ નહીં અમારા ક્ષેત્રમાં ઉંચ સ્થાને મેળવવા અને તેને જાળવી રાખવામાં પણ સફળ છે. તે ઉપરાંત આ કાર્ય પદ્ધતિથી અમારો માર્કેટ શેર તેમજ નફામાં પણ વધારો થાય છે. અમારી મુખ્ય સેવાઓમાં ઇર્ન્ફોમેશન સિસ્ટમ ઓડિટ, સાયબર સિક્યૂરીટી, આઇટી એશ્યોરન્સ એન્ડ કંપ્લાયન્સીસ, ઇર્ન્ફોમેશન સિક્યૂરીટી અને આઇટી ગર્વનન્સનો સમાવેશ થાય છે.

ચાર્ટડ ફાઇનાન્સ મેનેજમેન્ટ લી.ના ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ એન્ડ ઇક્વીટી કેપીટલ માર્કેટના પ્રમુખ શ્રી આર. રામનાથે જણાવ્યું હતું કે, છછછ ટેકનોલોજી પાસે સાઇબર સિક્યૂરીટી, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી અને સિક્યૂરીટી ઓડિટમાં બહોળી સેવાઓ વિકસાવી છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી જુદી જુદી એપ્લીકેશન ગ્રાહકો માટે એક જ છત નીચે ઇર્ન્ફોમેશન એન્ડ સિક્યૂરીટી, ઓડિટ એન્ડ કન્ટલટિંગમાં અનેક સેવાઓ પુરી પાડે છે. તેટલું જ નહીં કંપની દેવા મુક્ત, ડિવીડન્ડ આપતી કંપની છે. જેનો પાયો મજબૂત છે અને સરવૈયું પણ મજબુત છે. તેમણે વધુમાં જણાવ્યંુ હતું કે, કંપનીના CERT-In (Computer Emergence Response Team) અને NICSI (National Informatics Centre Services Inc.) સાથેના લાંબા સમયના સંબંધોના કારણે તેના નિર્વાહ બાદ પણ જબરજસ્ત લાભ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button