બિઝનેસ

મારુતિ એક્ઝિમ પોતાની ઇન્ટરનેશનલ પ્રેઝન્ટ અને કામગીરીને વધુ આગળ વધારવા માટે કટિબદ્ધ

મારુતિ એક્ઝિમનું લક્ષ્ય વૈશ્વિક ઉપસ્થિતિને મજબૂત કરવાનું છે
સુરત: ટેક્સાઇલ એક્સપોર્ટ હાઉસ મારુતિ એક્ઝિમ જે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને મધ્ય પૂર્વ, આફ્રિકા અને અન્ય રિઝનમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ માટે જાણીતી છે એ મારુતિ એક્ઝિમ પોતાની ઇન્ટરનેશનલ પ્રેઝન્ટ અને કામગીરીને વધુ આગળ વધારવા માટે કટિબદ્ધ છે.

દુબઈમાં પોતાની પ્રથમ ઓફિસ શરૂ કર્યા બાદ સુરત સ્થિત મારુતિ એક્ઝિમ આફ્રિકામાં પ્રવેશતા પહેલા ધીમે ધીમે સાઉદી અરેબિયામાં વિસ્તરણ પણ કર્યું છે. આજે તેના ઉત્પાદનો સમગ્ર મધ્ય પૂર્વના બજારોમાં પહોંચી રહ્યા છે, જેમાં કુવૈત, ઈરાન અને ઈરાક, પશ્ચિમ આફ્રિકામાં નાઈજીરીયા, સુદાન અને સેનેગલ, ઉત્તર આફ્રિકામાં મોરોક્કો અને દક્ષિણ પૂર્વ એશિયામાં ઈન્ડોનેશિયા તેમજ થાઈલેન્ડનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મારુતિ એક્ઝિમના કો-ફાઉન્ડર શ્રી વિકાસ મોદીએ કહ્યું કે, દુબઈમાં ઓફિસ શરૂ કરવી એ અમારા માટે ખુબ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. અમે ઇન્ટરનેશનલ બિઝનેસમાં વ્યાપ કેવી રીતે વધારવો એના વિશે ઘણું શીખ્યા છીએ. એટલું જ નહીં દુબઈમાં આયોજન બંધ રણનીતિને કારણે પડોશી દેશો અને આફ્રિકામાં અમારી કામગીરીના વિસ્તરણને પણ સરળ બનાવ્યું છે. અમે ચાર દેશોમાં મજબૂત ભૌતિક સેટઅપ્સ અને વેરહાઉસીસ સ્થાપિત કર્યા છે, જે અમને તેમની આસપાસના ઘણા બજારોને પ્રભાવી રૂપથી સેવા પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે.” છેલ્લાં કેટલાંક વર્ષોમાં મારુતિ એક્ઝિમે પોતાનાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની સ્પર્ધાત્મક કિંમતો અને સમયસર ડિલિવરી માટે મજબૂત પ્રતિષ્ઠા બનાવી છે.

જ્યારે મારુતિ એક્ઝિમના કો-ફાઉડર વિનય મોદીએ કહ્યું કે, “સંશોધન અને વિકાસ પર રહેલા અમારા મજબૂત ફોકસના કારણે ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તરણ કરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. આ સાથે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ગ્રાહકની વિવિધ પસંદગીઓ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે ચાવીરૂપ છે. અમે સમયમર્યાદાને પહોંચી વળવા માટે સક્ષમ બનીને નાના બેચમાં વેચાણ કરી શકીએ છીએ. એટલુ જ નહીં સપ્લાયર્સ સાથેના અમારા લાંબા ગાળાના સંબંધો અને કાચા માલથી લઈને ઉત્પાદન અને વિતરણ સુધીના મજબૂત ગુણવત્તાના પરિમાણો, અમારા ઉત્પાદનોની ગુણવત્તા અને સુસંગતતા સુનિશ્ચિત કરે છે.

મારુતિ એક્ઝિમના (હોદ્દો ), હર્ષવર્ધન મોદીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરના કેટલાક રિઝનમાં મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કર્યા બાદ હવે અમે અમારા આગામી વિકાસના તબક્કામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે અમારી હાજરીને વધુ દેશોમાં વિસ્તારવા માટે કામ કરી રહ્યા છીએ. આ વર્ષે ભારત સરકાર તરફથી 2 સ્ટારનો એક્સપોર્ટ હાઉસનો દરજ્જો મળવાથી વધુ બજારોમાં વિસ્તરણ કરવાની અમને પ્રોત્સાહન મળશે.”

મારુતિ એક્ઝિમ્સના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પોલિએસ્ટર, કોટન, વિસ્કોસ અને વિવિધ મિશ્રણોમાંથી બનેલા કાપડની સાથે જટિલ ભરતકામ અને રંગીન પ્રિન્ટનો સમાવેશ થાય છે. આ કોટન અને પોલિએસ્ટરમાં નિષ્ણાત છે તેમજ ડિજિટલ પ્રિન્ટ્સમાં પણ મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button