અગસ્ત એન્ટરટેઇનમેન્ટે મુક્તા એ2 સિનેમાઝ દ્વારા સંચાલિત પ્રીમિયમ થ્રી-સ્ક્રીન પ્રોપર્ટી સાથે સુરતનો સૌથી વૈભવી સિનેમા અનુભવ લોન્ચ કર્યો છે

સુરત, 17 ડિસેમ્બર 2025: સુરતમાં આજે શહેરના સૌથી વૈભવી અને પ્રીમિયમ સિનેમા અનુભવની રજૂઆત સાથે મૂવી જોવાનો અનુભવ એક નવા સ્તરે પહોચી ગયો છે. અગસ્ત એન્ટરટેઇનમેન્ટ દ્વારા વિકસિત અને મુક્તા એ2 સિનેમાઝ દ્વારા સંચાલિત, આ નવું પ્રીમિયમ થ્રી-સ્ક્રીન સિનેમા, પ્રમુખ ગ્રુપના ઓર્બિટ પ્લાઝા, ગોડાદરા ખાતે સ્થિત છે અને તે શ્રેષ્ઠ લક્ઝરી, આરામદાયક અને અત્યાધુનિક તકનીક સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
પસંદગીના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરાયેલ આ સિનેમામાં પ્રીમિયમ રિક્લાઇનર્સ, આલીશાન સોફા અને ઉચ્ચ ગુણવત્તાવાળી બેઠક વ્યવસ્થા છે, જે અસાધારણ આરામ સુનિશ્ચિત કરે છે. અત્યંત પ્રીમિયમ ઇન્ટિરિયર, આકર્ષક ડિઝાઇન અને સુસંસ્કૃત વાતાવરણ દરેક મુલાકાતને યાદગાર અને વૈભવી અનુભવ બનાવે છે.
આ સિનેમાના અનુભવને વધુ વિશેષ બનાવે છે તે ઉચ્ચ-ગુણવત્તાવાળી સિલ્વર સ્ક્રીન, અદ્યતન 3D પ્રોજેક્શન અને પલ્ઝ / ડોલ્બી સાઉન્ડ, જે સરસ દ્રશ્યો અને દમદાર ઑડિઓ સાથે વાર્તાઓને જીવંત કરે છે. સિનેમાની દરેક બરીકીને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે સિનેમેટિક શ્રેષ્ઠતા અને પ્રીમિયમ હોસ્પિટાલિટીનું સહજ સંયોજન જોવા મળે છે.
આ પ્રસંગે તેમના વિચારો શેર કરતા, અગસ્ત એન્ટરટેઇનમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રજત હક્સરે જણાવ્યું હતું કે, “અમે સુરતમાં સાચા અર્થમાં ખરેખર લક્ઝરી અને પ્રીમિયમ સિનેમાનો અનુભવ લઇ આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. એક માર્કેટના રૂપમાં, સુરતે હંમેશાં ગુણવત્તાયુક્ત સામગ્રી અને શ્રેષ્ઠ અનુભવોની પ્રશંસા કરતા પ્રેક્ષકો માટે મજબૂત સંભાવના દર્શાવી છે. આ લોન્ચિંગ દેશના મુખ્ય બજારોમાં અનુભવ-આધારિત સિનેમા સ્થળો વિકસાવવા માટે અગસ્ત એન્ટરટેઇનમેન્ટની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
મુક્તા A2 સિનેમાના ચીફ ઓપરેટિંગ ઓફિસર સાત્વિક લેલેએ પોતાના વિચારો શેર કરતા જણાવ્યું હતું કે, “અમારું ધ્યાન દર્શકોને દરરોજ એક સહજ અને ઉત્તમ મૂવી જોવાનો અનુભવ આપવા પર છે. અત્યાધુનિક ટેકનોલોજી, વિચારપૂર્વક ડિઝાઇન કરેલા ઇન્ટિરિયર અને ઉચ્ચ કમ્ફર્ટ સાથે, આ સિનેમા સુરતના મુલાકાતીઓને ખરેખર પ્રીમિયમ અને આનંદપ્રદ અનુભવ પ્રદાન કરશે.”
પ્રમુખ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલ 5મો માળ, ઓર્બિટ પ્લાઝા, સન્ડે લગૂન નજીક, દેવધ-કુંભારિયા રોડ, ગોડાદરા, સુરત – 395010 સ્થિત આ નવું સિનેમા, અગસ્ત એન્ટરટેઇનમેન્ટ અને મુક્તા એ2 સિનેમા બંને માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તેઓ સમગ્ર દેશમાં અનુભવ-આધારિત અને પ્રીમિયમ સિનેમા સ્થળોના વિસ્તરણ તરફ આગળ વધી રહ્યા છે.
અગસ્ત એન્ટરટેઇનમેન્ટ વિશે
અગસ્ત એન્ટરટેઇનમેન્ટ એ ફિલ્મ પ્રદર્શન અને વિતરણ ઉદ્યોગમાં એક સ્થાપિત નામ છે, જે 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. કંપની દેશભરના અગ્રણી મલ્ટિપ્લેક્સ અને સિંગલ-સ્ક્રીન સિનેમાઘરો સાથે ભાગીદારીમાં 300 થી વધુ સ્ક્રીનોનું સંચાલન અને પ્રોગ્રામ કરે છે.
અંગ્રેજી, હિન્દી અને મરાઠી ફિલ્મોની વૈવિધ્યસભર લાઇન-અપ સાથે, અગસ્ત એન્ટરટેઇનમેન્ટ વિવિધ વર્ગોની પસંદગીઓને પૂરી કરે છે. તેની પ્રદર્શન હાજરીને સતત વિસ્તૃત કરતા, કંપની ભવિષ્યમાં મજબૂત સંભાવનાઓ જુએ છે અને 2027 સુધીમાં 100 નવી સ્ક્રીનો ખોલવાની યોજના ધરાવે છે, જે ભારતના મુખ્ય બજારોમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે.







