એજ્યુકેશન

જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાઈટ મેકિંગ પ્રવૃત્તિ થકી આપવામાં આવી કોરોના વેક્સિનની માહિતી

હંમેશા વિદ્યાર્થીઓ માટે નવું-નવું કરનાર જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ મકરસંક્રાંતિના અવસર પર કાઇટ મેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો.
કોરોના મહામારીના પગલે વિદ્યાર્થીઓ માટે વેકસીનના ઉત્પાદનની ઉજવણી કરવા, કાઇટ મેકિંગને એક અલગ રૂપ આપવા અને મકરસંક્રાંતિના મહત્વને વિદ્યાર્થીઓને અલગ દ્રષ્ટિકોણ આપવા આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિદ્યાર્થીઓ સહીત બધા વાલીઓને નવી વેક્સીનની બાબતમાં માહિતી પણ આપવામાં આવી હતી. કોરોનાની વેક્સીન આત્મનિર્ભર અભિયાનનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિના આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોરોના વૅક્સિનની વિગતો આપવાનો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button