આવકવેરાના રિટર્ન માટે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો

કોવિડ-19 રોગચાળાને કારણે કાયદેસર અને નીતિનિયમોનું પાલન કરવામાં કરદાતાઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકાર 31 માર્ચ, 2020ના રોજ કરવેરા અને અન્ય કાયદા (ચોક્કસ જોગવાઈઓમાં રાહત), વટહુકમ, 2020 લાવી હતી, જે મુજબ, વિવિધ વર્ગો માટે કરવેરો અદા કરવા માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. આ વટહુકમનું સ્થાન કરવેરા અને અન્ય કાયદા (ચોક્કસ જોગવાઈઓમાં રાહત અને સુધારો) ધારાએ લીધું છે.

સરકારે વટહુકમ અંતર્ગત 24 જૂન, 2020ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મુજબ નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે આવકવેરા સાથે સંબંધિત તમામ રિટર્ન ભરવા માટેની તારીખો લંબાવીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી હતી. એટલે 31 જુલાઈ, 2020 અને 31 ઓક્ટોબર, 2020 સુધીમાં ભરવા જરૂરી આવકવેરાના રિટર્નને 30 નવેમ્બર, 2020 સુધી ભરવાની જરૂર હતી. પરિણામે આવકવેરા ધારા, 1961 (ધારો) અંતર્ગત કરવેરાના હિસાબનો રિપોર્ટ સહિત વિવિધ પ્રકારના હિસાબી અહેવાલો રજૂ કરવા માટેની તારીખ પણ લંબાઈને 31 ઓક્ટોબર, 2020 કરવામાં આવી હતી.

આવકવેરાના રિટર્ન ભરવા માટે કરદાતાઓને વધારે સમય આપવા માટે 29 ઓક્ટોબર, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા નંબર 88/2020/F. No. 370142/35/2020-TPL આ તારીખો નીચે મુજબ લંબાવવામાં આવી હતીઃ

(A) કરદાતાઓ (તેમના ભાગીદારો સહિત) માટે આવકવેરાના રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ [ધારા મુજબ, જેમના માટે અંતિમ તારીખ (એટલે કે કથિત એક્ષ્ટેન્શન અગાઉ) 31 ઓક્ટોબર, 2020 હતી] 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી હતી.

(B) આંતરરાષ્ટ્રીય / ચોક્કસ પ્રકારના સ્થાનિક વ્યવહારોના સંબંધમાં રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે એવા કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ [ધારા મુજબ, જેમના માટે અંતિમ તારીખ (એટલે કે કથિત એક્ષ્ટેન્શન અગાઉ) 30 નવેમ્બર, 2020 હતી] 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી હતી.

(C) અન્ય કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ [ધારા મુજબ, જેમના માટે અંતિમ તારીખ (એટલે કે કથિત એક્ષ્ટેન્શન અગાઉ) 31 જુલાઈ, 2020 હતી] 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી હતી.

(D) આ રીતે કરવેરાના હિસાબના અહેવાલ અને આંતરરાષ્ટ્રીય / ચોક્કસ પ્રકારના વ્યવહારોના સંબંધ સહિત ધારા હેઠળ વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવાની તારીખ પણ લંબાવીને 31 ડિસેમ્બર, 2020 થઈ હતી.

કરદાતાઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે એનો વિચાર કરીને કરદાતાઓને આવકવેરાના રિટર્ન, કરવેરાના હિસાબી અહેવાલો અને વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત જાહેરાત કરવાનો વધુ સમય પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત હાલ ચાલુ વિવિધ કામગીરીઓ અંતર્ગત નીતિનિયમોનું પાલન કરવા માટે કરદાતાઓને વધારે સમય આપવા વિવિધ પ્રત્યક્ષ કરવેરા અને બેનામી ધારાઓ હેઠળ સંપૂર્ણ કામગીરીની તારીખો પણ લંબાવવામાં આવી છે. આ એક્ષ્ટેન્શન નીચે મુજબ છેઃ

a. જેમને પોતાના અને કંપનીઓના ખાતાઓનો હિસાબ મેળવવાની જરૂર હતી એવા કરદાતાઓ (તેમના ભાગીદારો સહિત) માટે આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરાના રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ [જેમના માટે છેલ્લી તારીખ આવકવેરા ધારા, 1961ની કલમ 139(1)ની જોગવાઈઓ મુજબ, 31 ઓક્ટોબર, 2020 હતી અને એને લંબાવીને 30 નવેમ્બર, 2020 અને પછી 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી હતી] વધુ લંબાવીને 15 ફેબ્રુઆરી, 2021 કરવામાં આવી છે.

b. આંતરરાષ્ટ્રીય / ચોક્કસ પ્રકારના સ્થાનિક વ્યવહારોના સંબંધમાં અહેવાલ રજૂ કરવાની જરૂરિયાત ધરાવતા કરદાતાઓ માટે આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરાના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ [જેમના માટે છેલ્લી તારીખ આવકવેરા ધારા, 1961ની કલમ 139(1)ની જોગવાઈઓ મુજબ, 30 નવેમ્બર, 2020 હતી અને પછી 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી હતી] વધુ લંબાવીને 15 ફેબ્રુઆરી, 2021 કરવામાં આવી છે.

c. અન્ય કરાદાતાઓ માટે આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરાના રિટર્ન ભરવાની છેલ્લી તારીખ [જેમના માટે છેલ્લી તારીખ આવકવેરા ધારા, 1961ની કલમ 139(1)ની જોગવાઈઓ મુજબ, 31 જુલાઈ, 2020 હતી અને એને લંબાવીને 30 નવેમ્બર, 2020 અને પછી 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી હતી] વધુ લંબાવીને 10 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

d. કરવેરાના હિસાબનો અહેવાલ તથા આંતરરાષ્ટ્રીય / ચોક્કસ પ્રકારના સ્થાનિક વ્યવહારોના સંબંધમાં અહેવાલ અંતર્ગત વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવા માટેની છેલ્લી તારીખ આકારણી વર્ષ 2020-21 માટે લંબાવીને 15 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

e. વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત જાહેરાત કરવા માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020થી લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

f. વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત આદેશો પસાર કરવા માટેની તારીખ 30 જાન્યુઆરી, 2021થી લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

g. પ્રત્યક્ષ કરવેરા અને બેનામી ધારા અંતર્ગત સત્તામંડળો દ્વારા નોટિસ જાહેર કરવાની કે આદેશો પસાર કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ, 2021 હતી, જેને લંબાવીને હવે 31 માર્ચ, 2021 કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્વ-આકારણી થયેલા કરવેરાની ચુકવણીના સંબંધમાં નાનાં અને મધ્યમ વર્ગના કરદાતાઓને ત્રીજી વાર રાહત પ્રદાન કરવા સ્વયં-આકારણી કરેલા કરવેરાન ચુકવણી માટેની છેલ્લી તારીખ અહીં ફરી લંબાવવામાં આવી છે. એ મુજબ, ફકરા 4(એ) અને ફકરા 4(બી)માં ઉલ્લેખિત રૂ. 1 લાખ સુધીના સ્વયં-આકારણી કરવેરાની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે સ્વયં-આકારણી કરેલા કરવેરાની ચુકવણી માટેની છેલ્લી તારીખ લંબાવીને 15 ફેબ્રુઆરી, 2021 કરવામાં આવી છે તથા ફકરા 4(સી)માં ઉલ્લેખિત કરદાતાઓ માટે 10 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય ચીજવસ્તુઓ અને સેવા કરવેરાનો ધારો, 2017ની કલમ 44 અંતર્ગત વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર, 2020થી લંબાવીને 28 ફેબ્રુઆરી, 2021 કરી છે.
આ સંબંધમાં જરૂરી જાહેરાતો આગળ જતાં બહાર પાડવામાં આવશે.

Exit mobile version