સુરત

ડોમેસ્ટીક કાર્ગોની કેપેસિટી ડબલ કરવા તથા ઇન્ટરનેશનલ કાર્ગો વહેલી તકે શરૂ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા

 

સુરત: સુરત એરપોર્ટના ડાયરેકટર સુશ્રી અમન સૈનીએ તેમની ટીમ સાથે ગતરોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી. ચેમ્બરના હોદ્દેદારો તેમજ એરપોર્ટ કમિટીના સભ્યો સાથે મળેલી મિટીંગમાં સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ડોમેસ્ટીક કાર્ગોની કેપેસિટી ડબલ કરવા તથા ઇન્ટરનેશનલ કાર્ગો વહેલી તકે શરૂ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સુરત એરપોર્ટના ડાયરેકટર સુશ્રી અમન સૈનીએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ફયુલ ટર્મીનલ કાર્યરત થઇ ગયું છે. આખા એરપોર્ટને સીસીટીવી હેઠળ આવરી લેવાની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. ર૦ ફેબ્રુઆરીથી રર માર્ચ ર૦ર૧ સુધીમાં સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના માટે નવી ફલાઇટ શરૂ થઇ જશે. તે સિવાય પણ સુરતને નવી ફલાઇટ મળશે. આખા એરપોર્ટની સફાઇ અને કામગીરીની દેખરેખ માટે મેકેનાઇઝ્‌ડ સપોર્ટ સિસ્ટમ માટે ટેન્ડર ખુલી ગયું છે અને વર્કઓર્ડર આપવાની તૈયારી છે.

ચેમ્બરે સુરત એરપોર્ટના રનવેની પહોળાઇ ૪પ મીટરથી વધારીને ૬૦ મીટર કરવાની દરખાસ્ત કરી હતી. તે અંગે એરપોર્ટ ડાયરેકટરે કહયું હતું કે, હાલમાં જે ૪પ મીટરની પહોળાઇ છે તે દુનિયાની સૌથી મોટામાં મોટી ફલાઇટ લેન્ડ થવા માટે પૂરતી છે. એટલે રનવેની પહોળાઇ વધારવાની કોઇ આવશ્યકતા જ નથી. તેમણે વધુમાં કહયું કે, એરપોર્ટ ખાતે ટર્મીનલ એકસપાન્શન અને પેરેલલ ટેકસી વેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહયું છે તથા આ બંને કામ ડિસેમ્બર ર૦ર૧થી માર્ચ ર૦રર સુધીમાં પૂર્ણ થઇ જશે. કાર પાર્કીંગ માટે અને રેઇનબો કલબનું હેન્ગર ભાડે આપવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે પરંતુ આ બાબતે કોન્ટ્રાકટર મેળવવા માટે ચેમ્બર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવે તેવી તેમણે વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની એકટીવિટી વિશે જાણકારી આપી હતી. ચેમ્બરની એરપોર્ટ કમિટીના ચેરમેન મનોજ સિંગાપુરીએ સુરત એરપોર્ટ સંબંધિત વિવિધ મુદ્દાઓની છણાવટ કરી હતી. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન અમિષ શાહે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button