એજ્યુકેશન

દિવાળી પર જી.ડી.ગોએન્કા સ્કૂલની અનોખી પહેલ, વિદ્યાર્થીઓ આપ્યો સે નો ટુ ક્રેકર્સનો સંદેશ

 Unique initiative of GD Goenka School on Diwali students give message of Say No to Crackers
કોરોના મૃતકોને પ્રાર્થના વડે શ્રદ્ધાંજલી આપી

સુરત : શિક્ષણની સાથે-સાથે સામાજિક પ્રવુતિઓમાં પણ હંમેશા અગ્રેસર રહેનારી વેસુની જી.ડી.ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓ આ વખતે દિવાળી પર કોરોના મહામારીમાં જીવ ગુમાવનારાઓને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ આ વખતે દિવાળી પર ફટાકડા નહીં ફોડી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે.

Unique initiative of GD Goenka School on Diwali, students give message of Say No to Crackers

હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ડિજિટલ માધ્યમથી સૌ વિદ્યાર્થીઓએ આ વખતે દિવાળી પર ફટાકડા નહીં ફોડવાનું વચન આપ્યું હતું અને પ્રાર્થના થકી કોરોનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button