રાજકોટ

ગુજરાતના ભૂતપૂર્વ સિનિયર સિવિલ જજે રાજકોટ (ગુજરાત)માં રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂ કર્યો

સિંગર ચાંદની વેગડના પિતાએ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવીને દિવાળીની ભેટ આપી

 રાજકોટ: ગુજરાત ન્યાયતંત્ર ના ભૂતપૂર્વ સિનિયર સિવિલ જજ કે.પી.વેગડ ની પુત્રી સિંગર ચાંદની પ્રજાપતિ વેગડ ને રેકોર્ડિંગ સ્ટુડિયોની તારીખો મેળવવામાં હંમેશા મુશ્કેલી પડતી હતી અને રાજકોટમાં આધુનિક સગવડો ધરાવતા બહુ ઓછા સ્ટુડિયો હતા અને તેને કારણે સમયે સમયે રેકોર્ડિંગ માટે મુંબઇ આવવું પડતું હતું.આથી તેઓએ રાજકોટ (ગુજરાત) માં રામદેવપીર ચોકડી પાસે દ્વારકેશ રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવીને તેમની પુત્રી ચાંદનીને દિવાળીની ભેટ આપી.  જેની ઓપનિંગ સેરેમની શુક્રવારે 29 ઓક્ટોબર 2021ના રોજ ચાંદનીના રેકોર્ડિંગ સાથે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી.  આ પ્રસંગે અનેક ન્યાયાધીશો, વકીલો, અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કાંતિલાલ વેગડ, અસ્મિતા વેગડ, રાજ વેગડ, હાર્દિક જાની (સંગીતકાર/એરેન્જર/રેકોર્ડિસ્ટ), દિલીપ પટેલ અને પત્રકારો વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ગાયિકા ચાંદની પ્રજાપતિ વેગડે સૌનો આભાર વ્યક્ત કરી પિતાનો આભાર માન્યો હતો.

 બોલિવૂડમાં એન્ટ્રી મેળવ્યા બાદ હવે ચાંદની મ્યુઝિક કમ્પોઝર હાર્દિક જાની સાથે મળીને તેના પ્રોડક્શન હાઉસ ખાતે દ્વારકેશ રેકોર્ડિંગ સ્ટુડિયો માંથી  પૉપ ગીતો રિલીઝ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button