સુરત

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૧ મતદાનના દિવસે શ્રમિકો/કર્મચારીઓને મતદાન માટે ફરજિયાતપણે રજા આપવી

તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેકટરનો અનુરોધ

સુરત: રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી-૨૦૨૧નું આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક દરમિયાન મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં તમામ નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરત શહેર કલેકટરશ્રી ડો.ધવલ પટેલે તા.૨૧ અને ૨૮ ફેબ્રુ. ના રોજ મતદાનના દિવસે શ્રમિકો/કર્મચારીઓને મતદાન માટે ફરજિયાતપણે રજા રાખવા ફરમાવ્યું છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કચેરીઓ/વાણિજય સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, હોટલો/ ઔદ્યોગિક એકમો/કારખાનાઓ, ફેકટરીઓમાં કામ કરતા વ્યકિતઓ મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા અથવા મતદાનના દિવસે રજા રાખવા અને તેની બદલીમાં અન્ય અઠવાડીક રજાના દિવસે સંસ્થાઓ/એકમો કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા તેમણે જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button