અમદાવાદ (ગુજરાત): 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો જન્મદિવસ નિમિતે દેશભરમાં ચિલ્ડ્રનસ ડે તરીકે મનાવાય છે. જે નિમિત્તે શહેરના ગોદરેજ ગાર્ડન સીટી ખાતે આવેલ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (જીઆઈઆઈએસ.) દ્વારા બાળ દિવસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોન્ટેસરી થી લયીને ગ્રેડ 8 સુધીના દરેક વિદ્યાર્થીઓએ અનેક મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જ્યારે શિક્ષકોએ તેમના માટે વિશેષ સભાઓ પણ રજૂ કરી. ઉત્સવની શરૂઆત દીવાઓ પ્રગટાવીને અને આપણા ભારતના પ્રથમ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી.
ચિલ્ડ્રનસ ડે ખૂબ જ ખાસ અને યાદગાર બનાવવા માટે શિક્ષકોએ અલગ અલગ મનોરંજક પ્રવૃત્તિઓ, રમતો જેમકે કેમલ કાર્ટ રાઈડ, ગેમ્સ અને ક્લાસ પાર્ટી જેવી આનંદથી ભરપૂર અનેક મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ચિલ્ડ્રનસ ડે સેલિબ્રેશમાં દરેક વર્ગના બાળકોએ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા બાળકોમાટે સ્પેશિયલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિદ્યાર્થીઓને ખાસ ટાસ્ક આપવામાં આવ્યા હતા. ગ્રેડ 1 અને 2 ના વિદ્યાર્થીઓ કાર્ટૂન તથા કોમિક સુપરહીરો બનીને આવ્યા હતા જયારે ગ્રેડ 3 થી 5 ના વિદ્યાર્થીઓ તેમના રોલ મોડલ મુજબ પોશાક પહેરીને આવ્યા હતા, આ રોલ મોડલ તેમના પસંદગી મુજબ પરિવારના સભ્યો, ઇન્ટરનેટ વ્યક્તિત્વ, ઐતિહાસિક વ્યક્તિઓ, રમતવીરો અને સેલિબ્રિટી પણ બનીને આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીએ રોલ મોડલ વિષે ટૂકમાં માહિતી પણ આપી હતી તેમજ અન્ય વિદ્યાર્થીઓ કેઝ્યુઅલ પોશાક પહેરીને આવ્યા હતા.
ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS), અમદાવાદના પ્રિન્સિપાલ સેઝર ડી’સિલ્વાe જણાવ્યું હતું કે “GIIS અમદાવાદ ખાતે, અમે અમારા વિદ્યાર્થીઓના વૃદ્ધિ અને વિકાસ માટે સર્વગ્રાહી અને પોષક વાતાવરણ પ્રદાન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. આ ચિલ્ડ્રન્સ ડે, અમે તેમની ઉજવણી કરવા અને તેમને વિશેષ અનુભવ કરાવવા માંગતા હતા કારણ કે આ તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષો છે. તેમને સુરક્ષિત અને બિન-નિર્ણાયક જગ્યામાં પોતાને વ્યક્ત કરવાની તક આપવી એ તેમના મનોબળને વધારવાની ચાવી છે અને તેમને તેમના બાલિશ સ્વભાવને ગમે તે રીતે સ્વીકારવાની મંજૂરી આપે છે. GIIS અમદાવાદ ખાતેનો ઉજવામાં આવેલ આ બાળ દિવસ બરાબર એ જ સાક્ષી આપે છે કે બાળકો બાળકો હોવાને કારણે, સૌથી સર્જનાત્મક રીતે તેમના વાસ્તવિક સ્વભાવને વ્યક્ત કરી શકે છે. અને એટલા માટે અમે તેઓના બાલિશ પરંતુ સર્જનાત્મક અને કલ્પનાશીલ મનને આ રીતે ઉજાગર થતા જોઈને ખુશ છીએ.
વધુ માહિતી માટે કૃપા કરીને અહીં ક્લિક કરો: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS, અમદાવાદ)