ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’સુરત ની પોતાની ફિલ્મ

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમના આધુનિક દૃષ્ટિકોણને રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સુરત માટે ગૌરવની વાત એ છે કે આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કલાકારો કસબીઓ સુરત ના છે..ફિલ્મના નિર્માતા સતીશ પટેલ છે તો દિગ્દર્શક તરીકે બે યુવાનો શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર છે છેલ્લા બે મહિના માં જેમની 4 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે તેવા સુરતના કલાકાર ગૌરવ પાસવાલા સાથે મુકેશ ખન્ના, કુરૂષ દેબૂ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
નિર્માતા સતીશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘વિશ્વગુરુ’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરી શકે છે એ વાત મને ગમી અને મેં ફિલ્મ બનાવાની હા પાડી .
ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, તેમજ લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તારપરાના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.
દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી – એ એવાં ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય.”
અતુલ સોનાર કહે છે ફિલ્મ સિનેમાઘરો માં ચાલી રહી છે એક વાર જુવો અને રાષ્ટ્રહિતના આ સંદેશ ને લોકો સુધી પહોંચાડો.