એજ્યુકેશન

ગુજકોસ્ટ દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ખાતે સાયન્સ ટેકનોલોજી અને એન્ડ ઇનોવેશન પોલીસીનો ઓનલાઇન અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ઓનલાઇન મીટમાં ૭૦થી વધુ અધ્યાપક, વિદ્યાર્થીઓ તેમજ સંશોધનકારો જોડાયા

ગુજકોસ્ટે એસટીઆઇ પોલીસી હેઠળ ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ

ગુજકોસ્ટ(કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી) STI (સાયન્સ ટેકનોલોજી અને એન્ડ ઇનોવેશન) કનેકટ ફોરમ હેઠળ રાજ્યની વિવિધ યુનિવર્સિટી સાથે જોડાણ કરીને ઓરિએન્ટેશન કાર્યક્રમોનું આયોજન કરી રહ્યુ છે જેનો મુખ્ય હેતુ STI પોલીસી હેઠળ ઉપલબ્ધ તકોનું માર્ગદર્શન આપી સૌને માહિતગાર કરવાનું છે. ગુજકોસ્ટ દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ખાતે ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ઓનલાઇન મીટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં યુનિવર્સિટીના ૭૦ થી વધુ પ્રોફેશનલ વિદ્યાર્થીઓ તેમજ સંશોધનકર્તાઓ જોડાયા હતા.

આ ઓનલાઇન મીટ દરમિયાન અમદાવાદ યુનિવર્સિટીના ડીન ડૉ. સંજય ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પંકજ ચંદ્રએ પ્રવચન આપી લોકોને આવકાર્યા. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોતમ સહુએ STI પોલીસી અંગે સૌને માહિતગાર કર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button