સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આરોગ્ય વિભાગની અપીલ

તા.૩૧ જાન્યુ. થી ૨ ફેબ્રુ.ના ત્રણ દિવસો દરમિયાન
સુરત જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૨,૨૪,૩૧૩ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે

સુરતઃ સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલ તા.૩૧ જાન્યુ. થી ૨ ફેબ્રુ. દરમિયાન સમગ્ર જિલ્લામાં એન.આઈ.ડી.માં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીના ડો.ધવલ પટેલનાં અધ્યક્ષસ્થાને તસ્ક ફોર્સ મીટીંગ યોજાઈ હતી.

જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા દર વર્ષે એન.આઈ.ડી કાર્યક્રમ અંતર્ગત ૦ થી પ વર્ષનાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લાના ૭૪૧ ગામોના ૧૨૯૨ પોલીયો બુથ પરથી ૦ થી ૫ વર્ષના કુલ ૨,૨૪,૩૧૩ બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવવામાં આવશે .

પોલીયો કામગીરીની માહિતી આપતા તેમણે વધુમાં કહ્યું કે, તા.૩૧ જાન્યુ.એ પોલીયો બુથ ઉપર પોલીયોનાં ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવશે તેમજ તા.૧ અને તા.૨ ફેબ્રુઆરીના રોજ આરોગ્ય કર્મચારી, આશા વર્કરો,આંગણવાડી કાર્યકરો અને સ્વયં સેવકો દ્વારા ઘરે-ઘરે જઈને ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.

કોઈ પણ બાળક પોલીયોથી વંચિત ન રહે તે માટે સમગ્ર જિલ્લામાં પોલીયોની કામગીરીમાં કુલ ૧૨૯૨ પોલીયોના બુથ ઉપર ૫૫૨ આરોગ્ય કર્મચારીઓ, ૧૪૨૮ આશા બહેનો, ૧૧૮ આશા ફેસેલીટેટર બહેનો, ૧૧૫ આંગણવાડી કાર્યકર બહેનો, ૧૮૬૫ સ્વયંસેવકો મળીને કુલ ૫૧૧૧ કર્મચારીઓ અને ૨૫૮ સુપરવાઈઝરો જોડાશે. જેમના માટે ૨૫૮ વાહનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તેની સાથે જ શહેરના અને ગ્રામ્યના નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવાની અપીલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button