સુરતમાં હાઈ લાઈફ એક્ઝિબિશનઃ યર-એન્ડ ફેશન અને લક્ઝરીનું ગ્રાન્ડ શોકેસ ૨ અને ૩ ડિસેમ્બરે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

સુરત તા. 30 નવેમ્બર, 2025: ફેશન પ્રેમીઓ માટે શહેરના સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાનું એક ‘હાઈલાઈફ એક્ઝિબિશન’ પોતાના બહુ પ્રતિક્ષિત યર-એન્ડ એડિશન સાથે પાછું આવી રહ્યું છે. હોટેલ મેરીયટ સુરત, અઠવાલાઈન્સ ખાતે ૨ અને ૩ ડિસેમ્બરે યોજાનાર આ શોકેસ ફેશન, ક્રીએટિવિટી અને લક્ઝરીનો અદ્ભુત સંગમ છે. મુલાકાતીઓ અને ખરીદદારોને આ સીઝનના સૌથી મોટા ઇવેન્ટમાં એક જ છત નીચે અનેક ઉત્તમ અનુભવોનો લાભ મળશે. આ એક્ઝિબિશન નવીનતમ ફેશન ટ્રેન્ડ્સ અને ડિઝાઇનની રચનાત્મકતાનું પ્રદર્શન કરશે.
પ્રીમિયમ અને એક્સક્લૂસિવ કલેક્શનને એક્સપ્લોર કરવાની આ એક ઉત્તમ તક છે. હાઈલાઈફ એક્ઝિબિશન તમારા યર-એન્ડ સ્ટાઇલને વધારે આકર્ષક બનાવવા માટે ખાસ ક્યોરેટ કરાયેલા ડિઝાઇનર વિયર અને એક્સેસરીઝની વિશાળ શ્રેણી રજૂ કરશે.
જેમાં ડિઝાઇનર ફેશન, એક્સક્લૂસિવ કૌટૂર વિયર અને ટ્રેંડી પરિધાન, ફેસ્ટિવ અને સ્ટેટમેન્ટ જ્વેલરીના ઉત્કૃષ્ટ ડિઝાઇન, શ્રેષ્ઠ લાઇફસ્ટાઇલ કલેક્શન તથા યર-એન્ડ પાર્ટીઓ અને ઉજવણીઓ માટે ખાસ તૈયાર કરાયેલા કલેક્શનનો સમાવેશ થાય છે.







