હેલ્થ એન્ડ બ્યૂટી

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

એપી વિન્ડો એક અતીદુર્લભ જન્મજાત હૃદય રોગ છે જેનું પ્રમાણ દર એક લાખ બાળકોમાંથી એક બાળકમાં જોવા મળે છે અને જો તેની સારવાર સમયસર નહિ કરવામાં આવે તો પહેલા એક વર્ષમાં 40% બાળકોનું મૃત્યુ થઈજાય છે.

સુરત:  દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડે મનાવે છે, પરંતુ આ દિવસે જન્મજાત હૃદય રોગ જાગૃતિ દિવસ તરીકે પણ મનાવવામાં છે. જે હૃદય રોગ સાથે જન્મેલા બાળકો અને તેમના પરિવારોને આ દિવસ સમર્પિત છે. દરમિયાન, દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ ડિવાઇસ કલોઝર દ્વારા એપી વિન્ડોની કેથલેબમાં માઈક્રો સર્જરી કરવામાં આવી હતી.

એક બાળક જે શ્વસનતંત્રના ચેપને કારણે વારંવાર બીમાર પડતું હતું અને તેનું વજન વધી રહ્યું ન હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળક જન્મથી જ હૃદય સંબંધિત બિમારીથી પીડાતો હતો. જેમાં તેના હૃદયમાં એક મોટું કાણું જોવા મળ્યું હતું જેને એઓર્ટોપલ્મોનરી (એપી) વિન્ડો કહે છે. હૃદયમાંથી બે મહાધમનીઓ નીકળે છે, જેમાંથી એક શુદ્ધ રક્તનું વહન કરે છે અને બીજી અશુદ્ધ રક્તનું વહન કરે છે. બે મહાધમનીઓ વચ્ચે એક છિદ્ર છે જેને એઓર્ટોપલ્મોનરી વિન્ડો કહે છે. છિદ્રને કારણે, થોડું લોહી ખોટી દિશામાં (ફેફસામાં )વહે છે, જેની સર્જરી  ડિવાઇસ કલોઝરની પદ્ધતિથી કેથલેબમાં કરવામાં આવી હતી.

અગાઉ પણ આવા કેસીસ સુરતમાં  જોવા મળ્યા છે જેમાં  બાળકોનું વજન ખૂબ જ ઓછું હોય અથવા એપી વિન્ડોનું  છિદ્ર ખૂબ મોટું હોય તો તેને ઓપન હાર્ટ સર્જરી દ્વારા બંદ કરવામાં આવે છે. આ કેસમાં આવેલ દર્દીની ઉંમર 2 વર્ષની હતી અને તેનું વજન 8 કિલો હતું જે પ્રમાણમાં ઓછું હતું અને તેનું છિદ્ર મધ્યમ કદનું હતું  તેથી તેને કેથલેબમાં ડિવાઇસ કલોઝર દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ કેસમાં દક્ષિણ ગુજરાત પ્રથમ વખત સફળતાપૂર્વક અમે બંદ કરી શક્યા, દર્દીને 3 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પછી ચોથા દિવસે બાળકને રજા આપવામાં આવી.

એપી વિન્ડો એક અતીદુર્લભ જન્મજાત હૃદય રોગ છે જેનું પ્રમાણ દર એક લાખ બાળકોમાંથી એક બાળકમાં જોવા મળે છે જો તેની સારવાર સમયસર નહિ કરવામાં આવે તો પહેલા એક વર્ષમાં 40% બાળકોનું મૃત્યુ થઈ જાય છે.  અત્યાર સુધી એપી વિન્ડોની સારવાર ઓપન હાર્ટ સર્જરી દ્વારા જ કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા અમુક વર્ષોથી ઇન્ડિયાના  અમુક હોસ્પીટલોમાંજ ડિવાઇસ કલોઝર દ્વારા એપી વિન્ડોની સારવાર કરવામાં આવે છે.

આ દર્દીની સારવાર બેબી  બિટ્સ હાર્ટ સેન્ટર ના ડિરેક્ટર ડો. સ્નેહલ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેમાં કોકૂન મસ્ક્યુલર VSD ડિવાઇસ નો ઉપયોગ કરીને  એપી વિન્ડોને બંધ કરવામાં આવ્યું હતું , સામાન્ય રીતે  ઓપન હાર્ટ સર્જરીમાં શસ્ત્ર ક્રિયા વડે 4 થી 5 કલાકનો સમય જાય છે અને એમાં દર્દીમાં મોટો ચીરો મૂકીને છાતીનું હાડકું કાપવામાં આવે જયારે ડિવાઇસ કલોઝર પદ્ધતિમાં આ સર્જરી કેથલેબમાં ફક્ત એક કલાક ની અંદર હાડકું કાપ્યા વગર દર્દીના જાંઘ માંથી માત્ર 2 મીલીમીટરના એક નાના કાણા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button