કોટકે હોમ લોનના વ્યાજદરો ઘટાડીને 6.75 ટકા કર્યાં

Image Credit : Kotak Mahindra Bank Ltd

કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (કોટક)એ આજે જાહેર કર્યું છે કે તેણે 1 નવેમ્બર, 2020ની અસરથી હોમ લોનના વ્યાજદરો વધુ 15 બેસિઝ પોઇન્ટ્સ (બીપીએસ) ઘટાડીને વાર્ષિક 6.75* ટકા કર્યાં છે. હવેથી કોટક હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન વાર્ષિક 6.75*થી શરૂ થાય છે, જે હોમ લોન માર્કેટમાં સૌથી નીચા દરો પૈકીના એક છે.

નવા નોર્મલે સમગ્ર ઇકોસિસ્ટમની કામગીરી બદલી છે. વ્યાજ દરો 15 વર્ષના તળીયે છે, ડેવલપર્સ પ્રોપર્ટીની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કરી રહ્યાં છે અને રેડી-ટુ-મૂવ-ઇન હોમની ઇન્વેન્ટરી તૈયાર છે તેમજ સ્ટેમ્પ સ્ટેમ્પ ડ્યુટી પણ ઓછી છે. આ તમામ પરિબળોને જોતાં હાલના તબક્કે ઘર ખરીદવું અત્યંત આકર્ષક છે. 

કોટક મહિન્દ્રા બેંકના કન્ઝ્યુમર બેંકિંગના ગ્રુપ પ્રેસિડેન્ટ શાંતિ એકામ્બરમે જણાવ્યું હતું કે, ગ્રાહકોની રૂચિને લક્ષ્યમાં રાખીને અને ઘરની ખરીદી વધુ વાજબની બનાવવા કોટકની હોમ લોન હવે વાર્ષિક 6.75 ટકાના શરૂઆતી વ્યાજદરે ઉપલબ્ધ છે. આ ઘર ખરીદવા ઇચ્છુક નવા ગ્રાહકો તેમજ હાલના હોમ લોન ગ્રાહકો કે જેઓ તેમની બાકીની હોમ લોન કાઉન્ટ કોટકમાં ટ્રાન્સફર કરી શકે છે અને તેમના ઇએમઆઇ ઘટાડવા માટે આ તકનો લાભ લઇ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલના માહોલમાં લોકોને પોતાની માલીકીના ઘરની મહત્વતા સમજાઇ છે. વધુમાં મોટા ઘરો માટેની માગ વધી રહી છે કારણકે પરિવાર ઘરેથ કામ અને અભ્યાસ કરે છે. સ્થિર આર્થિક સુધારા સાથે આકર્ષક વ્યાજદરો અને પ્રોપર્ટી ડીલ ઉપર ઓફર્સ સાથે સપનાનું ઘર ખરીદવા માટેનો આ ઉત્તમ સમય છે.

 

કોટક હોમ લોનની વિશેષતાઓઃ

કોટક હોમ લોન માટે ઓનલાઇન અરજી કરવા માટે ગ્રાહક મુલાકાત લે – Kotak Home Loans. ગ્રાહકો સમગ્ર ભારતમાં કોટક બેંકની બ્રાન્ચ ઉપરથી પણ અરજી કરી શકે છે. હાલના કોટક ગ્રાહકો કોટક મોબાઇલ બેંકિંગ એપ અથવા નેટ બેંકિંગથી પણ અરજી કરી શકે છે.

કોટક હોમ લોનના દરો વિશે વધુ માહિતી માટે click here.

કોટક હોમ લોન એક્સટર્નલ બેંચમાર્ક, ઉદા. આરબીઆઇના પોલીસી રેપો રેટ સાથે સંકળાયેલા છે. *નિયમો અને શરતો લાગુ

Exit mobile version