ગુજરાતબિઝનેસમની / ફાઇનાન્સ

ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીની વધતી ઘટનાઓ બાબતે કોટક મહિન્દ્રા બેંકની ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગ પ્રૈક્ટિસ અપનાવવા સલાહ

 

#SmartBanking

સુરત : ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં સાયબર છેતરપિંડીના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (કેએમબીએલ)એ ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગ અનુભવ માટે જાગૃત રહેવાની અને કેટલીક મૂળભૂત સાવચેતી રાખવાની સલાહ આપી છે.

કોવિડ-19માં ઓનલાઇન ટ્રૈન્સૈક્શનમાં વધારો થવા સાથે બેંકિંગ અને ફિનૈન્શલ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝે સાયબર સંબંધિત ગુનાઓમાં તીવ્ર વધારો અનુભવ્યો છે. આ છેતરપિંડીઓમાં મોટાભાગના કેસ કેવાયસી અને રી-કેવાયસી અપડેશન માટેની વિનંતી સંબંધિત છે

બેંકના પ્રતિનિધિ હોવાની ઓળખ આપતાં છેતરપિંડી કરનારાઓ શંકા ન કરતાં વ્યક્તિઓને ટાર્ગેટ બનાવે છે અને તેમને અજાણ્યા આઇડી અથવા મોબાઇલ નંબર ઉપરથી શંકાસ્પદ મેસેજ/લિંક્સ મોકલીને તેમને નો યોર કસ્ટમર (કેવાયસી) પૂર્ણ/અપડેટ કરવા કહે છે. આમ ન કરતાં તેમનું એકાઉન્ટ બ્લોક થઇ જવાની વાત કરે છે. મેસેજમાં ગ્રાહકને આપેલાં ચોક્કસ નંબર ઉપર કોલ કરવા અથવા લિંક ઉપર ક્લિક કરવા કહેવામાં આવે છે. આ લિંક ઉપર ક્લિક કરવાથી અથવા ગોપનિય માહિતી આપવા/દાખલ કરવાથી છેતરપિંડી કરનાર તુરંત એકાઉન્ટ એક્સેસ મેળવી લે છે અને ગ્રાહક સખત મહેનતથી કમાયેલા નાણા છેકરપિંડી કરનાર વ્યક્તિ સમક્ષ ગુમાવી દે છે. છેતરપિંડી કરનારાઓ પેજ અથવા વેબસાઇટ પણ બનાવે છે, જે બેંકના સત્તાવાર વેબપેજ જેવું લાગતું હોય અને તેથી જ બંન્ને વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી થાય છે.

કેવાયસી સંબંધિત છેતરપિંડીઓ ઉપરાંત ગ્રાહકે ઇએમઆઇ મોરટોરીઅમ અને યુપીઆઇ સંબંધિત છેતરપિંડીઓ બાબતે પણ સાવચેતી રાખવી આવશ્યક છે.

કોટક મહિન્દ્રા બેંકમાં પ્રોડક્ટ્સ, ઓલ્ટરનેટ ચેનલ્સ અને કસ્ટમર ઇક્સ્પીરીઅન્સ ડિલિવરીના પ્રેસિડેન્ટ પુનિત કપૂરે જણાવ્યું હતું કે, ગ્રાહકોની આંગળીના ટેરવે ઓનલાઇન ટુલ્સની વિશાળ શ્રેણી સાથે ઘરેથી બેંકિંગ કરવું ખુબજ અનુકૂળ છે, જે દ્વારા ઘરે રહીને જ સરળતાથી અને સુરક્ષિત પ્રકારે ટ્રૈન્સૈક્શન પૂર્ણ કરી શકાય છે. જોકે, સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓનલાઇન છેતરપિંડીઓમાં તીવ્ર વધારો થયો છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહકો સુરક્ષિત અને અનુકૂળ બેંકિંગ અનુભવ સુનિશ્ચિત કરવા માટે જાગૃત અને સાવચેત રહે તથા કેટલીક મૂળભૂત માપદંડોને અનુસરે.

 

સલામત બેંકિંગ માટેની ટીપ્સઃ

1)    સીઆરએન, પાસવર્ડ, કાર્ડની વિગતો, સીવીવી, ઓટીપી, એટીએમ પીન, યુપીઆઇ પીન, મોબાઇલ બેંકિંગ પીન અથવા અન્ય કોઇપણ સંવેદનશીલ બેંકિંગવિગતો કોઇની સાથે શેર કરશો નહીં. કોટક ક્યારેય આ પ્રકારની માહિતી માગતું નથી.

2)    વિશ્વસનીય સ્રોતની લિંક ઉપર જ ક્લિક કરો. જો તમને અજાણ્યા સ્રોત પાસેથી ઇમેઇલ અથવા ટેક્સ્ટ મેસેજ આવે અને શંકાસ્પદ લિંક ઉપર ક્લિક કરવા તમને સૂચન કરાય તો સાવચેત રહો અને મેસેજને અવગણો. જોખમને ક્યારેય પ્રતિસાદ આપશો નહીં અથવા જંગી લાભની ઓફરથી લલચાશો નહીં. બેંક ક્યારેય આવા મેસેજ મોકલતી નથી.

3)    અગાઉ ક્યારે ન જોયેલા ઇમેઇલ આઇડી પ્રત્યે શંકા કરવાની આદત કેળવો.

4)    એનીડેસ્ક, ટીમવ્યૂઅર વગેરે જેવી સ્ક્રીન શેરિંગ એપ ડાઉનલોડ કરવાનું ટાળો, જેનાથી છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારી જાણકારી બહાર તમારા ઉપકરણ ઉપર નિયંત્રણ મેળવી શકે છે, ગોપનિય બેંકિંગ વિગતો જોઇ શકે છે તેમજ તમારા એકાઉન્ટ અને ફંડનું એક્સેસ કરી શકે છે.

5)    યુપીઆઇ દ્વારા નાણા મેળવવા ક્યુઆર કોડ સ્કેન કરવા અથવા પીન અથવા ઓટીપી દાખલ કરવાની જરૂર રહેતી નથી.

6)    બેન્કિંગ ટ્રૈન્સૈક્શન અંગે તુરંત અપડેટ મેળવવા એસએમએસ અને ઇમેઇલ એલર્ટ એક્ટિવેટ રાખો. ટ્રૈન્સૈક્શન સંબંધિત મેસેજ અને પોપ-અપ્સને વાંચો.

7)    બેંક સાથે હંમેશા તમારા સંપર્કની વિગતો અપડેટ કરેલી રાખો.

8)    બેંક સાથે સંપર્કની વિગતો માટે હંમેશા બેંકની સત્તાવાર વેબસાઇટ www.kotak.com ની મુલાકાત લો.

9)    આજ પ્રકારે ઇ-કોમર્સ અથવા અન્ય સર્વિસ પ્રોવાઇડર્સના સંપર્ક નંબર ઓનલાઇન સર્ચ કરતી વખતે સંપર્કની વિગતો માટે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

10) તમારા લેપટોપ/મોબાઇલ ડિવાઇસને સિસ્ટમ મેન્યુફેક્ચરર દ્વારા નિયમિત રિલિઝ કરાતાં સોફ્ટવેરને અપડેટ કરીને સુરક્ષિત રાખો

11) તમારી સિસ્ટમને ખોટા સોફ્ટવેરથી સુરક્ષિત રાખવા વિશ્વસનીય એન્ટીવાયરસ સોફ્ટવેર ઇનસ્ટોલ કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button