બિઝનેસસુરત

ચેમ્બરના ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’નો ભારતના ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ભવ્ય શુભારંભ

ચેમ્બર દ્વારા બોડોલેન્ડમાં કાપડ વણાટ ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની કુશળતાને અપગ્રેડ કરવા, ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તથા અત્યાધુનિક વણાટ પ્રોજેક્‌ટ્‌સ સ્થાપવા માટે તેમની સાથે એમઓયુ કરાશે

  • ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સુરત માટે પીલર સમાન છે તથા ઉદ્યોગોને અદ્યતન ટેકનોલોજીથી અવગત કરાવવાનું યોગ્ય માધ્યમ એટલે એકઝીબીશન : મંત્રી દર્શના જરદોશ
  • ભારતના ઉત્પાદનોની માંગને પહોંચી વળવા માટે મેનમશીન એન્ડ સ્કેલના પરફેકટ કોમ્બીનેશનની જરૂરિયાત ઉભી થઇ છે. આથી સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સમન્વય કેળવવાની મહત્વની ભૂમિકા ભજવશે : આશીષ ગુજરાતી
  • કોવિડ– ૧૯ ગાઇડલાઇન્સના ચૂસ્તપણે પાલન સાથે પ્રદર્શનનો પ્રારંભપ્રથમ દિવસે એકઝીબીશન સેન્ટરની ૧/૩ કેપેસિટી મુજબ જ બીટુબી બાયર્સને પ્રવેશ અપાયો 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી, ર૦રર દરમ્યાન ત્રણ દિવસ માટે યોજાયેલા ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’ની આજથી ભવ્ય શુભારંભ થયો છે. કોવિડ– ૧૯ ગાઇડલાઇન્સના ચૂસ્તપણે પાલન સાથે પ્રદર્શનની શરૂઆત થઇ હતી. જેમાં માસ્ક તથા હેન્ડ સેનીટાઇઝરની વ્યવસ્થા ચેમ્બર દ્વારા કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહયું છે. પ્રથમ દિવસે પ્રદર્શનમાં એકઝીબીશન સેન્ટરની ૧/૩ કેપેસિટી મુજબ જ બીટુબી બાયર્સને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Minister of State for Textiles of India Darshana Jardosh inaugurated the Chamber's 'Sitex-Surat International Textile Expo-2022'

શનિવાર, તા. ૮ જાન્યુઆરી, ર૦રરના રોજ ભારતના ટેક્ષ્ટાઇલ તેમજ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના વરદ હસ્તે ‘સીટેક્ષ– ર૦રર’નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે Bodoland Teritorial Council, Bodofa nagar, Kokrajhar, ASSAM ના ચીફ એકઝીકયુટીવ મેમ્બર પ્રમોદ બોરો, (ઈન્ડોનેશિયા – બાંગ્લાદેશ – શ્રીલંકા અને નેપાલ) ITEMA ગૃપના જનરલ મેનેજર – સેલ્સ હેડ સમીર કુલકર્ણી અને Staubli India Pvt Ltd ના મેનેજિંગ ડાયરેકટર સુરજિત મહાજન ખાસ ઉપસ્થિત રહયા હતા. ‘સીટેક્ષ એકઝીબીશન’માં હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ મીશનને પણ ટેક્ષ્ટાઇલ તેમજ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ‘સીટેક્ષ– ર૦રર’ના ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકારી જણાવ્યું હતું કે, ભારતનો સતત આર્થિક વિકાસ થઇ રહયો છે અને તેને કારણે ભારતના ગ્રાહકોની માંગમાં બદલાવી આવી શકે છે. ભારતની જનતા ડેમોગ્રાફી બદલાવમાંથી પસાર થઇ રહી છે. આથી આગામી સમયમાં ડોમેસ્ટીક માર્કેટ ૩૦૦ બિલિયન ડોલર ઉપર થવા જઇ રહયું છે, જે હાલમાં ૧૪૦ બિલિયન ડોલર આંકવામાં આવી રહયું છે. કોવિડ પછી સમગ્ર વિશ્વએ ચાઇના પ્લસ વનની નીતિ અપનાવી છે. જેને કારણે ભારતમાં થતા ઉત્પાદનોની માંગ વિશ્વ કક્ષાએ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. દાખલા તરીકે વિશ્વભરની હોટેલો અને હોસ્પિટલોમાં માઇક્રો પોલીએસ્ટરમાંથી બનાવવામાં આવતી ચાદરનો ઓર્ડર જે પહેલા ચાઇનાને મળતો હતો તેના મોટાભાગના ઓર્ડર હવે સુરતને મળી રહયા છે. જેથી ભારતના ઉત્પાદનોની માંગમાં ઘણો મોટો ઉછાળો આવી રહયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેન, મશીન એન્ડ સ્કેલના પરફેકટ કોમ્બીનેશનની જરૂરિયાત ઉભી થઇ છે. આ એકઝીબીશન આ દિશામાં સમન્વય કેળવવાની મહત્વની ભૂમિકા ભજવશે.

Minister of State for Textiles of India Darshana Jardosh inaugurated the Chamber's 'Sitex-Surat International Textile Expo-2022'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બોડોલેન્ડમાં કાપડ વણાટ ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની કુશળતાને અપગ્રેડ કરવા, ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તથા અત્યાધુનિક વણાટ પ્રોજેક્‌ટ્‌સ સ્થાપવા માટે તેમની સાથે એમઓયુ કરવામાં આવશે. બોડોલેન્ડના ઉદ્યોગકારો હાલ માત્ર કાપડનું જ ઉત્પાદન કરે છે. આથી ચેમ્બરના નેજા હેઠળ સુરતનો કાપડ ઉદ્યોગ તેઓને રેડીમેડ ગારમેન્ટ્‌સ અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન કરીને વેલ્યુ ચેઇનમાં આગળ વધવા માટે સહયોગ આપશે.

ભારતના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ભારત હવે શ્રેષ્ઠ ભારત બનવાની દિશામાં આગળ વધી રહયું છે ત્યારે ઉદ્યોગોને પણ વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક બનવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવી પડશે. ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સુરત માટે પીલર સમાન છે તથા ઉદ્યોગોને ટેકનોલોજીથી અવગત કરાવવાનું યોગ્ય માધ્યમ એટલે એકઝીબીશન. ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનથી ટેકસટાઇલ ઉદ્યોગને વિકાસની દિશામાં હરણફાળ ભરવા માટે ઘણો લાભ થશે. ડિસેમ્બર– ર૦ર૧માં બોડોલેન્ડની મુલાકાત લેનાર તેઓ પ્રથમ મંત્રી છે. બોડોલેન્ડના હેન્ડલૂમ સેકટરની કુશળતા જોઇને તેઓને ટેકનોલોજીમાં અપગ્રેડ થવા માટે તેમણે પ્રમોદ બોરોને ધી સધર્ન ગુ્રજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા માટે સૂચન કર્યું હતું.

તેમણે ટેકસટાઇલ ઉદ્યોગકારોને સંબોધીને જણાવ્યું હતું કે, વાતચીતથી જીએસટીની સમસ્યાનું નિરાકરણ થયું છે અને આગળ પણ થશે. આથી તેમણે બોમ્મઇ કમિટી સમક્ષ દેશભરમાંથી સૂચનો રજૂ કરવા માટે ટેકસટાઇલના વિવિધ સંગઠનોને સૂચન કર્યું હતું. પીએલઆઇ સ્કીમનો ઉલ્લેખ કરતા તેમણે કહયું હતું કે, સરકાર દ્વારા ઉદ્યોગો માટે બનાવવામાં આવતી વિવિધ સ્કીમોમાં ઉદ્યોગોએ સામેલ થવું જોઇએ. તેમણે હાલમાં જ કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને સ્ટેક હોલ્ડરો વચ્ચે થયેલી મિટીંગની પણ ચર્ચા કરી હતી.

Minister of State for Textiles of India Darshana Jardosh inaugurated the Chamber's 'Sitex-Surat International Textile Expo-2022'

બોડોલેન્ડ ટેરીટોરીયલ રિજીયોન– આસામના ચીફ એકઝીકયુટીવ મેમ્બર પ્રમોદ બોરોએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર થયા બાદ તેઓ હવે કનેકશન, કરેકશન અને ડાયરેકશનની દિશામાં આગળ વધી રહયા છે. તેમના ત્યાં વર્ષોથી હેન્ડલૂમનું કામ થાય છે તથા ર.૮૬ લાખ વિવર્સ છે પણ ટેકનોલોજી નથી. આથી આ વિવર્સને ટેકનોલોજીની સાથે જોડવા પ્રયાસ કરવામાં આવી રહયો છે. સુરતમાં કાપડ ઉદ્યોગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં પણ સુરત આગળ વધી રહયું છે. આથી તેઓ ચેમ્બર દ્વારા યોજાયેલા સીટેક્ષ– ર૦રરની ખાસ મુલાકાત માટે આવ્યા છે. બોડોલેન્ડ સરકાર, ચેમ્બરની સાથે એમઓયુ કરશે અને ત્યાંના વિવર્સને ટેકનીકલી ડેવલપ થવા માટે પ્રયાસ કરશે.

(ઈન્ડોનેશિયા – બાંગ્લાદેશ – શ્રીલંકા અને નેપાલ) ITEMA ગૃપના જનરલ મેનેજર – સેલ્સ હેડ સમીર કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારો સારી અને અદ્યતન ટેકનોલોજી અપનાવે છે. સૌથી વધુ રેપીયર લૂમ્સ પણ સુરતમાં સ્થપાયેલા છે અને સારુ ફેબ્રિક બનાવે છે. માર્કેટમાં એક સ્ટેપ આગળ વધવા માટે આ જરૂરી પણ છે અને સુરત એક સ્ટેપ આગળ પણ રહે છે. ભારતની સંસ્કૃતિ મુજબ સાડી પણ સુરતમાં જ વધારે બને છે.

Staubli India Pvt Ltd ના મેનેજિંગ ડાયરેકટર સુરજિત મહાજને જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા આવનારી પેઢી માટે અદ્યતન ટેકનોલોજી સાથેની મશીનરી બનાવવામાં આવી રહી છે. ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં એકસ્પાન્શન જ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે અને સુરત માટે ટેકનીકલ ટેક્ષ્ટાઇલમાં ઘણો સ્કોપ છે.

Minister of State for Textiles of India Darshana Jardosh inaugurated the Chamber's 'Sitex-Surat International Textile Expo-2022'

સીટેક્ષ– ર૦રર પ્રદર્શનના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં ૭પથી વધુ સ્ટોલોમાં ટેકસટાઈલ મશીનરી અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રાજેન્દ્ર ચોખાવાલાએ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઉભા થયેલા જીએસટીના પ્રશ્નના નિરાકરણ માટે મંત્રી દર્શના જરદોશનો આભાર માન્યો હતો તથા આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે અનુરોધ કર્યો હતો.

સીટેક્ષ– ર૦રરના ઉદ્‌ઘાટન સમારોહના અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની સમારોહનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button