ઇન્ડિયન એસોસિએશન ઓફ ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપીસ્ટ (IAGE) દ્વારા નેશનલ કોન્ફરન્સનું આયોજન

સુરત (ગુજરાત): ગુજરાતમાં સૌ પ્રથમ વખત અને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમ દ્વારા ઇન્ડિયન એસોસિએશન ઓફ ગાયનેકોલોજિકલ એન્ડોસ્કોપીસ્ટ (IAGE) દ્વારા નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન દ્વારા 2022ના વર્ષની સૌથી મોટી સ્ત્રી રોગ દૂરબીન નિષ્ણાતોની સૌથી મોટી નેશનલ કોન્ફરન્સનું આયોજન 15 થી 18 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસના સ્ત્રી રોગના નિષ્ણાતોના મહાસંમેલનમાં સ્ત્રીઓને લગતી વિવિધ સમસ્યાઓ જેમકે વધુ રક્તસ્ત્રાવ, વ્યંધ્યત્વ નિવારણ, ગર્ભાશય કે અંડાશયની ગાંઠ વગેરેનું દૂરબીન દ્વારા સારવાર પર 100થી વધુ તબીબી નિષ્ણાતો પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે તેમજ તેમજ 500થી વધુ તબીબો તેનો લાભ લેવા પાર્ટીસિપેટ થશે.

આ મેગા કોન્ફરન્સનું ચોક્સાઇ ભર્યું આયોજન આઇએજીઇના પ્રમુખ ડો. ભાસ્કર પાલ, આઇએજીઇ ગુજરાત ચેપ્ટરના વડા ડો. મહેશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાનાર છે. આ ઉપરાંત મુખ્ય વિષયના અગ્રણી નિષ્ણાોનો સહકાર, કમીટી મેમ્બર્સ તથા ડો. સુજલ મુન્શી, ડો, સેજલ નાયક તેમજ સહ તબીબી મિત્રોના સહયોગથી આ કોન્ફરન્સને સાર્થક બનાવવામાં આવી છે.

આ નેશનલ કોન્ફરન્સના ભાગરૂપે 15 ડિસેમ્બરના રોજ બેલી એન્ડ લવ, અઠવાગેર, વિવિધ પ્રકારની 10 સ્ત્રી રોગની દૂરબીન દ્વારા શસ્ત્રક્રિયાનું સુરત ખાતેથી પ્રથમ વખત વિશ્વભરમાં લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જેનું લાઇવ ડેમોસ્ટ્રેશન ચૈન્નઇથી ડો. માલા રાજ, મુંબઇથી ડો. હેમંત કનોજિયા, કોઇમ્બતુરથી ડો. દામોદર રાવ, જામનગરથી ડો. આનંદ, સુરતથી ડો. સેજલ નાયક તથા ડો. અશ્વિન વારછાની વગેરે કરશે. આ કોન્ફરન્સના પહેલા ત્રણ દિવસથી 60 થી વધુ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે. તથા આ કૌશલ્ય આવનાર દરેક યુવા સ્ત્રી રોગ નિષ્ણાતો શીખી શકે તેમજ તેના દર્દીઓને ઉચ્ચત્તમ સારવાર આપી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રકારે કોઇ એક કોન્ફરન્સમાં 60થી વધુ દૂરબીન દ્વારા સ્ત્રી રોગ સર્જરી કરી દર્દીઓને લાભ આપવાની ગુજરાત ખાતે આ પ્રકારની પ્રથમ વખત ઘટના બની જશે. જેમાં ગુજરાતના વિવિધ શહેરો જેમકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર, ભૂજ વગેરે શહેરોના દર્દીઓને અધ્યતન ટેક્નોલોજી સાથે સારવાર આપવામાં આવી છે.

Exit mobile version