બિઝનેસસુરત

‘૧૦ બિગ મલ્ટી–બેગર આઇડીયાઝ’ વિષય ઉપર વેબિનારનું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘૧૦ બિગ મલ્ટી–બેગર આઇડીયાઝ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ટર્ટલ વેલ્થના સીઇઓ એન્ડ ફંડ મેનેજર રોહન મહેતા દ્વારા રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રોહન મહેતાએ જણાવ્યું હતું કે, આઇડીયાઝ ઉપર રોકાણ કરવું જોઇએ. જેમાં એક જ સ્થળે રોકાણથી પાંચથી દસ ગણું વળતર આવી શકે છે. વર્ષ ર૦૧૦માં હાઇ વેલ્યુએશન કવોલિટીનો યુગ આવ્યો હતો. તે સમયે સિકલિકલ સ્ટોકથી કવોલિટી સ્ટોકમાં વેલ્યુ માઇગ્રેશન થયું હતું પણ હવે સમય એવો આવ્યો છે કે સિકલિકલથી કવોલિટી સ્ટોકમાં વેલ્યુ માઇગ્રેશન થઇ રહયું છે. હવે સિકલિકલ સ્ટોક ખૂબ જ સસ્તી મળી રહી છે. તેમણે કોમોડિટી ક્રાઇસિસ તથા કોપર અને એલ્યુમિનિયમની સાયકલ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જીડીપી એ સર્વિસ, મેન્યુફેકચરીંગ અને એગ્રીકલ્ચર સેકટર ઉપર નિર્ભર હોય છે. અત્યારે આઇટી, ફાયનાન્સિયલ, કેમિકલ અને ફાર્માસ્યુટીકલ વિગેરે મેન્યુફેકચરીંગ સેકટરમાં મોટી તક દેખાઇ રહી છે. તેમણે કહયું કે, રોકાણ કરતા પહેલા હંમેશા ઇકોનોમી ઉપર ફોકસ કરવું જોઇએ. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ચાલે છે ત્યારે કવોલિટી સ્ટોકમાં સારી તક ઉભી થાય છે અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે હોય ત્યારે સિકલિકલ સ્ટોકમાં સારી તક ઉભી થાય છે. તેમણે ઇન્વેસ્ટીંગ પ્રોસેસ પર્ફોમન્સ વિશે પણ ચર્ચા કરી હતી.

વધુમાં તેમણે કહયું હતું કે, રોકાણકારોનો પોર્ટફોલિયો ૧પ કંપનીઓથી વધારે નહીં હોવો જોઇએ. તેને કારણે સારું વળતર આવવાની શકયતા ઘટી જાય છે. એના બદલે પાંચ કંપનીઓ ઉપર ફોકસ કરવાની સલાહ તેમણે રોકાણકારોને આપી હતી. વેબિનારમાં વકતાએ રોકાણકારો દ્વારા પુછવામાં આવેલા સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ વેબિનારનું સંચાલન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button