સુરત

SGCCI દ્વારા કેલિડોસ્કોપ સિરીઝની બીજી કેડીના ભાગ રૂપે ‘બિગ મિસ્ટેક્‌સઃ ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ એન્ડ ધેર વર્સ્ટ’પુસ્તકનું રિવ્યુ

સુરત :ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝની બીજી કેડીના ભાગ રૂપે ‘બિગ મિસ્ટેક્‌સઃ ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ એન્ડ ધેર વર્સ્ટ’પુસ્તકનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું. જેમાં ટર્ટલ વેલ્થ મેનેજમેન્ટ પ્રા.લિ.ના સીઇઓ એન્ડ પોર્ટફોલિયો મેનેજર રોહન મહેતાએ બિગ મિસ્ટેક્‌સ પુસ્તક વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

રોહન મહેતાએ જણાવ્યું હતું કે, જીવનમાં ત્રણ પદ્ધતિઓ દ્વારા આપણે શાણપણ શીખી શકીએ. પ્રથમ, પ્રતિબિંબ દ્વારા, જે ઉમદા છે. બીજું, અનુકરણ દ્વારા, જે સૌથી સરળ છે અને ત્રીજું, અનુભવ દ્વારા, જે કડવું છે. તેમણે કહયું હતું કે, આ પુસ્તકનો મુદ્દો તમને શીખવવાનું નહોતું કે કેવી રીતે ખોટા રોકાણોથી બચવું. પરંતુ એવું બતાવવાનું છે કે ખોટા રોકાણો ટાળી શકાતા નથી. રોમ એક દિવસમાં બંધાયો ન હતો, પરંતુ તે એક દિવસમાં નષ્ટ થઈ શકે છે. પુસ્તકમાં દર્શાવ્યા મુજબ કાં તો ડફર પૈસા બનાવે છે અથવા સૌથી શિસ્તબદ્ધ વ્યક્તિ બજારોમાં પૈસા બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેનલી ડ્રકેનમીલરના મતાનુસાર શેર બજાર જ એકમાત્ર એવું બજાર છે કે જ્યાં વસ્તુઓ વેચાય છે અને તમામ ગ્રાહકો સ્ટોરની બહાર હોય છે. તેમણે કહયું કે હંમેશા ડાઉનસાઇડ વિશે પુછો, અપસાઇડ પોતાનું ધ્યાન રાખશે. તેમણે કહયું કે બિલ રૂઆનેના વિચારો મુજબ જીવનમાં તમારા છ શ્રેષ્ઠ વિચારો જીવનભરના અન્ય વિચારો કરતા મહત્વનો ભાગ ભજવશે અને કામગીરી કરશે. સમૃદ્ધ બનવા માટે ધ્યાન કેન્દ્રિત કરો અને સમૃદ્ધ રહેવા માટે વિવિધતા આપો. જ્‌હોન પોલસનના જણાવ્યા મુજબ તમારે ફકત એકવાર જીતવાની જરૂર છે. બીજી તરફ સફળ રોકાણ એ સારા નસીબ અને શ્રેષ્ઠ કુશળતાનું સંયોજન છે.

આ ચર્ચા સત્રમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરની કેલિડોસ્કોપ કમિટીના કો–ચેરમેન નિકેત શાસ્ત્રીએ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button