અમદાવાદ, (ગુજરાત): આ સપ્તાહે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદે તેના વિદ્યાર્થીઓ માટે ‘જોય ઑફ ગીવિંગ’પ્રવૃતિનું આયોજન કર્યું હતું. આ પ્રવૃતિ પાછળનો મુખ્ય આશય ઓછા નસીબદાર લોકો સાથે કેવી રીતે વહેંચણી કરવી અને તેનું કેમ ધ્યાન રાખવું તે કેળવવાનો હેતુ છે. વિદ્યાર્થીઓ માટે આ એક અવસર હૃદયથી અને પોતાની લાગણી બતાવવાનો અને તે સમજવાથી તમારો આનંદ અન્ય લોકો સાથે વહેંચવાનો હતો.
આ પ્રવૃત્તિ દરમિયાન બાળકોને ઘરે એક ગુલ્લક બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં તેઓ ચોકલેટ, પૈસા, રમકડાં, બિસ્કીટ, સ્ટેશનરી અને પુસ્તકો વગેરે વસ્તુઓ લોકોમાં વહેંચવા માટે પોતાનો ફાળો આપી શકે. બાળકોની સાથે તેમના માતા-પિતા પણ જોડાયા હતા જેમણે આ પ્રવૃતિ દરમિયાન વહેંચણીની ખાસ પળોને કેદ કરી હતી.આ ઉપરાંત આ સાથે વાલીઓને પણ કબડ્ડી, ખો-ખો, ગિલ્લી-દંડા, કાંચા અને હોપસ્કોચ જેવી સ્વદેશી રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રવૃત્તિમાં અન્ય પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં દિલ કી સુનો ઔર કુછ કરો, એક એવી પ્રવૃત્તિ હતી જેમાં ચોખા, મગની દાળ, કપડા, રમકડાં વગેરે જેવી આવશ્યક ચીજોનું યોગદાન આપવા માટે ઉત્સુક માતા-પિતાએ તેને સ્લમ વિસ્તારોમાં વહેંચવા માટે એકસાથે જોડાયા હતા. તેમની સાથે વિદ્યાર્થી પરિષદ અને શિક્ષકો પણ હતા ઉપસ્થિત હતા.
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદના પ્રિન્સિપાલ સીઝર ડીસિલ્વાએ જણાવ્યું હતું કે ધ જોય ઓફ ગિવિંગ પ્રવૃત્તિનું આયોજન વિદ્યાર્થીઓને દાનનો સાચો અર્થ શીખવવા માટે કરવામાં આવ્યો હતો. તે હંમેશા પૈસાના રૂપમાં જ હોવું જરૂરી નથી. તેમની પાસે જે પણ છે તે ઓછા ભાગ્યશાળી લોકો
સાથે વહેંચવાનું તેમને શીખવવું, નાની ઉંમરે તેમની વચ્ચે આપવાનો આનંદ ફેલાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. GIIS અમદાવાદમાં અમારું લક્ષ્ય ભવિષ્ય માટે મજબૂત છતાં દયાળુ લિડરશિપ વિકસાવવાનું છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે ખરેખર આંખ ખોલનારી હતી અને તેઓને અલગ-અલગ પ્રકારના લોકો સાથે સમય વિતાવવાનો ખરેખર આનંદ આવ્યો હતો.
શાળાના કેમ્પસમાં જોય ઓફ ગિવિંગ પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ કારણ કે વિદ્યાર્થીઓને માત્ર તેમના શિક્ષકો અને માતા-પિતા સાથે બંધન કરવાની માત્ર તક જ નહીં, પણ આપવા અને વહેંચવાનો સાચો અર્થ અને નમ્રતા પણ શીખવા મળી હતી.
વધુ વિગતો માટે: https://ahmedabad.globalindianschool.org/