એજ્યુકેશન
વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના ત્રણ વિદ્યાર્થીઓની ચિત્રકલામાં ઝળહળતી સિદ્ધિ
સુરતઃ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અંતર્ગત ટ્રાફિક અવરનેસ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ ૫૫ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના ત્રણ વિદ્યાર્થીઓએ એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
પ્રથમ ક્રમે પ્રજાપતિ દર્શન પ્રવીણભાઈ (ધો.૦૮-જી), દ્વિતીય ક્રમે મારડિયા ઉત્તમ રોહિતભાઈ (ધો.૦૫-બી) અને તૃતીય ક્રમે પોપટ વાસુ વિક્રમભાઈ (ધો.-૮B) આવીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જે બદલ વિજેતા વિદ્યાર્થીઓને તથા તૈયારી કરાવનાર ચિત્રશિક્ષકોને સંસ્થાના મહંત પ.પૂજ્ય સદ્દગુરૂશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂ.શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ આચાર્યશ્રી ઠેસિયા તેમજ આચાર્યશ્રી સલીયા તેમજ ગુરૂકુળ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન સહ આશીર્વાદ પાઠવ્યા હતાં.