SJMA દ્વારા 29 નવેમ્બરથી ત્રણ દિવસીય ROOTZ Gems & Jewellery Manufacturers’ Show 2025નું આયોજન

– આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થશે
સુરત (ગુજરાત): સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SJMA) અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન (SJTF) દ્વારા 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે ROOTZ Gems & Jewellery Manufacturers’ Show 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના અનોખા અને પ્રખ્યાત B2B જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પ્રદર્શનોમાં ગણાતું આ શો તેની પાંચમી આવૃત્તિમાં પ્રવેશી રહ્યું છે.
આ ત્રણ દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન 29 નવેમ્બરના રોજ શનિવારે સવારે 10 વાગ્યે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે. ઉદ્ઘાટન સમારંભમાં જ્વેલરી ઉદ્યોગના અગ્રણીઓ તથા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવી જાણકારી સંસ્થાએ આપી છે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ આપવાનો છે. સુરતમાં દેશની સૌથી મોટા પાયે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે અને તે હીરા ઉદ્યોગ તેમજ લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ગાઢ રીતે જોડાયેલું હોવાથી ROOTZ શો સમગ્ર ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SJMA એક બિન-લાભકારી સંસ્થા તરીકે ઉત્પાદકો, વેપારીઓ, સપ્લાયર્સ અને ખરીદદારોને એક જ છત નીચે લાવવા સતત પ્રયત્નશીલ છે.
આ વર્ષે શોમાં સુરત સહિત ભારતના વિવિધ શહેરોના 150થી વધુ વાસ્તવિક જ્વેલરી મેન્યુફેક્ચરર્સ , ડાયમંડ, મશીનરી ઉદ્યોગ ભાગ લેશે અને 5,000થી વધુ નવીન અને આધુનિક ડિઝાઇન્સનું પ્રદર્શન કરશે. સાથે જ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ B2B ખરીદદારો પણ હાજરી આપશે, જેને કારણે સુરતના જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક બજાર સાથે જોડાવાનું વિશાળ અવસર મળશે. તેમજ ટેક્નોલોજી અને મશીનરી ક્ષેત્રે નવીનતમ ટ્રેન્ડ્સ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે.
SJMAનું માનવું છે કે ROOTZ શો માત્ર પ્રદર્શન નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગને એકસાથે લાવી નેટવર્કિંગ, વ્યવસાયિક તક, નવી ટેક્નોલોજીની ઓળખ અને ઉદ્યોગના ભવિષ્યના વલણોને સમજવાનો સશક્ત માધ્યમ છે. સુરતની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને કૌશલ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવાનું આ પ્રદર્શનનું મુખ્ય ધ્યેય છે.
આ પ્રદર્શન 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ સુધી ચાલશે અને સુરતના ઉદ્યોગ જગતમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં Guest of Honour તરીકે શ્રી પ્રફુલ ભાઈ પાનસેરિયા (Minister of State – Gujarat
Health, Family Welfare & Medical Education (Independent Charge),
SJMA દ્વારા ‘SJMA 365 ગ્લોબલ કનેક્ટ’ની જાહેરાત
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (SJMA) એ ‘SJMA 365 ગ્લોબલ કનેક્ટ’ નામની નવી પહેલ જાહેર કરી છે. આ પહેલ વિશ્વભરના જ્વેલરી રિટેલર્સને સમગ્ર વર્ષ દરમિયાન સુરતના વિશ્વસનીય અને અનુપાલન આધારિત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સુધી સતત પહોંચ ઉપલબ્ધ કરાવશે. પરંપરાગત એક્ઝિબિશન માત્ર મર્યાદિત દિવસો સુધી ચાલે છે, જ્યારે આ પ્લેટફોર્મ રિટેલર્સને 365 દિવસ સતત, પર્સનલાઈઝ્ડ અને પારદર્શક સોર્સિંગ અનુભવ આપે છે.
આ પ્રોગ્રામમાં માત્ર તેવા મેન્યુફેક્ચરર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુણવત્તા, અનુપાલન, ક્રાફ્ટસમેનશિપ અને નૈતિક ધોરણોનું પાલન કરે છે. રિટેલર્સને આ પ્લેટફોર્મ દ્વારા કંપની પ્રોફાઇલ, ઉત્પાદન ક્ષમતા, સર્ટિફિકેશન્સ, ડિઝાઇન સ્ટ્રેન્થ અને ગ્લોબલ માર્કેટ પ્રેઝન્સ જેવી તમામ વિગતો વિશ્વના કોઈપણ ખૂણેથી ક્યારેય પણ જોઈ શકે છે.
SJMA દ્વારા રિટેલર્સ માટે શૂન્ય ખર્ચે હૉસ્પિટાલિટી સપોર્ટ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેમાં સ્પોન્સર્ડ રહેવાની વ્યવસ્થા, ખાનગી ટ્રાન્સપોર્ટેશન, માર્ગદર્શન સાથેની ફેક્ટરી મુલાકાતો અને પર્સનલાઈઝ્ડ કોઓર્ડિનેશનની સુવિધા આપવામાં આવે છે.
SJMA 365 ગ્લોબલ કનેક્ટને રિટેલર્સ માટે સ્પષ્ટતા, વિશ્વાસ અને વિકાસ તરફનું નવું દ્વાર ગણાવવામાં આવી રહ્યું છે, જે સુરતને વૈશ્વિક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ સાથે વધુ મજબૂત રીતે જોડે છે.







