સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ

પહેલી લહેરમાં રોજ ૧૩ થી ૧૪ મેટ્રિક ટન વપરાશ સામે આ વર્ષે બીજી લહેરમાં દૈનિક

૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે

સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળી રહે તે માટે નવી ૨૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ

સ્મિમેર હોસ્પિટલમાં ઓક્સિજનક્ષમતા ૫૦ હજાર લિટર સુધી પહોચી

સૂરતઃ કોરોના સંક્રમણના બીજા ફેઝમાં વધી રહેલા કેસો સામે લડવા મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નિયમિત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે ૨૦,૦૦૦ લિટરની નવી અત્યાધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે. સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. ઉપરાંત, પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી અને સુવિધાજનક સારવાર શક્ય બની છે.

સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના હેડ અને પ્રોફેસર ડો.દિવ્યાંગ શાહ જણાવે છે કે, સ્મીમેરમાં હાલ ૯૨૧ ઓક્સિજન સાથેના બેડ છે, જેમાં ૫૪૦ મલ્ટીલેવલ પાર્કિંગ અને ૩૮૧ જુના બિલ્ડીંગમાં ઉપલબ્ધ છે. કોરોનાની ગયા વર્ષની લહેરમાં સ્મીમેરમાં ૧૦,૦૦૦ અને ૨૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળી બે ઓક્સિજન ટેન્ક કાર્યરત હતી. જેમાં વધારો કરીને ૨૦ હજાર લિટરની નવી ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે. કોરોનાની પહેલી લહેરમાં રોજનો ૧૩ થી ૧૪ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો, જ્યારે બીજી લહેરમાં રોજનો ૨૫ મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે બે ટેન્કર દ્વારા ટેન્કને રિફીલિંગ કામગીરી ૨૪ કલાક શરૂ રહે છે. એક ટેન્કર ખાલી થાય એ પહેલાં બીજા ટેન્કર આવી પહોંચે છે.

વધુ વિગતો આપતા તેઓ જણાવે છે કે, પ્રથમ ફેઝના પ્રારંભે સ્મીમેર તંત્રએ ૩૪૦ દર્દીઓ માટે ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરી હતી. પરંતુ દિનપ્રતિદિન કેસો વધતા વર્ષ ૨૦૧૪ માં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ૧૦ હજાર લિટરની ઓક્સિજન ટેન્કનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ વિસ્તાર કરીને આજે કુલ ૫૦,૦૦૦ લિટરની ક્ષમતા વૃદ્ધિ કરી છે.

 

સ્મીમેર પાસે ૫૦૦ જેટલા બી-ટાઈપના ઓક્સિજન સિલીન્ડરો

સ્મીમેરમાં લિક્વિડ ઓક્સિજનની સાથોસાથ ૧૩૦૦ લિટરની ઓક્સિજનની ક્ષમતાના ૫૦૦ જેટલા બી-ટાઈપના સિલીન્ડરો ઉપલબ્ધ છે, જેનો વપરાશ દર્દીઓને એમ્બ્યુલન્સમાં, એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા, ટ્રાન્સપોર્ટ, લિફ્ટમાં અવરજવર દરમિયાન કરવામાં આવે છે. રોજના ૭૦ થી ૮૦ બી-ટાઈપ સિલીન્ડરોનો વપરાશ થઈ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button