એજ્યુકેશન

ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સીટી (ટીએલએસયુ) દ્વારા શાળાના શિક્ષકો અને કેરિયર કાઉન્સેલર માટે વર્કશોપનું આયોજન

કેરિયર કાઉન્સેલિંગ અને માર્ગદર્શન વખતે વિદ્યાર્થીની યોગ્યતા અને ઝોકને ધ્યાનમાં લેવો જોઈએ તેમજ તેમને રોજગારી યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. : ટીએલએસયુ,પ્રોવોસ્ટ, (ડૉ.) અવની ઉમટ

વડોદરા (ગુજરાત): આજના સમયમાં કેરિયર પસંદગી માટે વિકલ્પોની ભરમાર હોવાથી વિદ્યાર્થીઓ માટે યોગ્ય કેરિયર પસંદગી કરવાનું કાર્ય મુશ્કેલ બનાવ્યુ છે. કેરિયર માર્ગદર્શનમાં શિક્ષકો જે મહત્વની ભૂમિકા ભજવે છે તેને અનુભવીને,  ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (ટીએલએસયુ) એ વડોદરા જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો તથા કેરિયર કાઉન્સેલર માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું.

કેરિયર ગાઈડન્સ વર્કશોપમાં ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (ટીએલએસયુ)ના પ્રોવોસ્ટ (ડૉ.) અવની ઉમટએ વિદ્યાર્થીઓને યોગ્ય સમયે યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં મદદ કરવા માટે કૌશલ્ય આધારિત ઉચ્ચ શિક્ષણ કાઉન્સેલિંગની જરૂરિયાત પર ભાર મુકતા જણાવ્યું હતું કે આ તેમને સફળતાનો રોડમેપ બનાવવામાં મદદ કરશે. તેણીએ વધુમાં કહ્યું હતું કે “શિક્ષક તરીકે અમારા માટે, તે ઘણી વખત સમય સામેની રેસ હોય છે કારણ કે અમે વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરવા અથવા તેમને ઉદ્યોગસાહસિકતાના માર્ગ પર સેટ  કરવા માટે કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ,”

વર્કશોપમાં ટીએલએસયુ દ્વારા ઓફર કરવામાં આવતા યુનિક તથા સ્કીલ આધારિત વિવિધ કાર્યક્રમોને વિષે  પણ જણાવ્યું હતું. ડૉ. ઉમટએ એંડ્રેગોજીના સિદ્ધાંતો પર આધારિત ટીએલએસયુના સૂચનાત્મક કાર્યક્રમોની રચના પર પણ ધ્યાન દોર્યું હતું તેમજ વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે વિશ્વવિદ્યાલય તેના અભ્યાસક્રમમાં એંડ્રેગોજીના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરે છે જેથી કરીને “પુટીંગ ઇન્ડિયા ટુ વર્ક” સ્લોગન સાર્થક ઠેરવી શકાય. 

ટીએલએસયુ રજીસ્ટ્રાર, પ્રો.(ડૉ.) એચ.સી. ત્રિવેદીએ જણાવ્યું હતું કે શાળાઓમાં કેરિયર કોર્નર્સની સ્થાપના કરવાથી અને શિક્ષકોને કાઉન્સેલરની ભૂમિકા સોંપવાથી વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અને ઝોકને અનુરૂપ કારકિર્દીની પસંદગી કરવામાં મદદ મળશે.“ટ્રેન ધ ટ્રેઈનર” ની પહેલના ભાગરૂપે ટીએલએસયુના લાઈફ સ્કીલ્સ વિભાગે પણ કિશોરોની કારકિર્દી કાઉન્સેલિંગ પર એક સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં કારકિર્દીની પસંદગીમાં કિશોરોને કાઉન્સેલિંગ કરવા માટે કાઉન્સેલરોને કિશોરો સમક્ષ ઉભી થતી જરૂરિયાત અને પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

કોમર્સ અને મેનેજમેન્ટ, હેલ્થ લાઈફ એન્ડ એપ્લાઈડ સાયન્સ, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને મેકાટ્રોનિક્સના વિભાગોના વડાએ પણ સહભાગી શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો.

વધુ વિગતો માટે: https://www.teamleaseuniversity.ac.in/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button