બિઝનેસલાઈફસ્ટાઇલ

“ટૂથસી” એનેશનલ આઇકન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા

મુંબઈ: ભારતની અગ્રણી સ્માઇલ મેકઓવર બ્રાન્ડ ટૂથસીએ નવા યુગના દાંતને સીધા કરતા ક્લીયર એલાઈનર્સને અપનાવવા પ્રોત્સાહન આપવા માટે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યા છે. આ સ્ટાર પાવર કપલ તમામ મુખ્ય બજારોમાં ઉપયોગકર્તાઓ/વપરાશકર્તાઓ સાથે જોડાણ સ્થાપિત કરવા માટે બ્રાન્ડ સાથે કામ કરશે.

એવા દેશો, કે જ્યાં દાંતની ખોટી ગોઠવણ અને સ્મિતની સમસ્યાઓને બહુ ગંભીરતાથી લેવામાં આવતી નથી,  ત્યાં “ટૂથસી” એ આ મુદ્દાને લોકોના ધ્યાનમાં લાવવાની જવાબદારી લીધી છે. અનુષ્કા અને વિરાટ હંમેશા સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસના મજબૂત હિમાયતી રહ્યા છે જે ટૂથસીના મિશન ને અનુરૂપ છે અને તેને સમર્થન પણ આપે છે. કંપની ક્લીયર એલાઈનર્સના રૂપમાં આધુનિક, ટેકનોલોજી આધારીત સોલ્યુશન ઓફર કરે છે જે વિવેકપૂર્ણ છે અને તેનો ઉપયોગ છથી આઠ મહિનામાં દાંતને સીધા કરવા માટે ઘરે પણ થઈ શકે છે. વધુમાં, ગ્રાહકો બ્રાન્ડની એપ દ્વારા સ્કેન બુક કરી શકે છે, અપડેટ મેળવી શકે છે અને ટ્રીટમેન્ટ/સારવારની પ્રગતિનું નિરીક્ષણ પણ કરી શકે છે.

ટૂથસી”ના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) ડો. અર્પી મહેતા શાહે જણાવ્યું હતું કે, “પ્રતિભાશાળી જોડી વિરાટ અને અનુષ્કા યુવાવર્ગને અને આત્મવિશ્વાસને વ્યક્ત કરે છે, જેમને અમારા અપેક્ષિત પ્રેક્ષકો સરળતાથી ઓળખી શકશે. સાહસિક અને વિશેષ પ્રતિભાશાળી અનુષ્કા અને વિરાટના સુંદર સ્મિત અને ઉત્સાહિત વ્યક્તિત્વ અમારી બ્રાન્ડને અનુરૂપ છે.એકમેકના સહકારથી અમે બ્રાન્ડને વધુ ઊંચા સ્તરે લઇ જઈશું અને યુવા વર્ગમાં દાંતને સીધા કરવાના સોલ્યુશન વિશે જાગૃતિ લાવીશું.”

બોલિવૂડની અગ્રણી અભિનેત્રી અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે, “અમે ટૂથસી સાથે જોડાઈને કામ કર્યું છે કારણ કે, જેઓ પોતાના સ્મિતને બદલવા માંગે છે તેમની માટે તે(ટૂથસી) એક સરળ અને સુલભ ઉકેલ પ્રદાન કરે છે.”

ઇન્ટરનેશનલ(આંતરરાષ્ટ્રીય) સ્પોર્ટ્સ આઇડોલ વિરાટ કોહલીએ ઉમેર્યું હતું કે, “મારા માટે માત્ર ક્રિકેટની રમતમાં જ નહીં પરંતુ મારા જીવનના તમામ ક્ષેત્રમાં સફળતા માટે ભરોસો અને વિશ્વસનીયતા મહત્વપૂર્ણ છે. “ટૂથસી” પણ સ્માઈલ મેકઓવર શોધી રહેલા લોકો માટે એક ભરોસાપાત્ર બ્રાન્ડ સાબિત થઈ છે અને અમે આ બ્રાન્ડ સાથે જોડાવા અને દરેક માટે પોસાય તેવા સ્માઈલ મેકઓવરને સક્ષમ કરવાના તેમના અદ્દભુત મિશનમાં તેમની સાથે ભાગીદારી કરવામાં આનંદ અનુભવીએ છીએ.”

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનુષ્કા અને વિરાટના ઓનબોર્ડિંગની સાથે, કંપનીએ makeOલોન્ચ કરવા માટે ટૂથસી અને સ્કિનસી બ્રાન્ડને મર્જ કરવાની પણ જાહેરાત કરી છે, જે ભારતમાં આ પ્રકારની સૌપ્રથમ ઘરેલુ સ્માઇલ અને સ્કિન મેકઓવર સર્વિસ છે. makeOતેના ગ્રાહકોને ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ડેન્ટલ અને સ્કિન કેર સોલ્યુશન્સ પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે જ તે યોગ્ય આવક, સ્વ-સંભાળ અને ભૌતિક સૌંદર્ય શાસ્ત્રની જાગરૂકતા ધરાવતા ગ્રાહકોની વધતી જતી માંગને પૂરી કરશે.

makeO વિશે માહિતી :

makeOએ એવી કંપની છે, જે દાંત અને ત્વચા માટે વિવિધ પ્રકારના ક્લિનિકલ બ્યુટી સોલ્યુશન્સ રજૂ કરે છે. તેના વર્તમાન પોર્ટફોલિયોમાં ટૂથસી અને સ્કિનસીનો સમાવેશ થાય છે, જે બે નવીન સૌંદર્યલક્ષી બ્રાન્ડ્સ છે.

ટૂથસી અને સ્કિનસીની સ્થાપના ઓર્થોડોન્ટિસ્ટમાંથી ઉદ્યમી બનેલા ડૉ. અર્પી મહેતા શાહ, ડૉ. પ્રવિણ શેટ્ટી, ડૉ. મંજુલ જૈન અને ડૉ. અનિરુદ્ધ કાલે દ્વારા કરવામાં આવી હતી. ટૂથસીએ 150,000 થી વધુ સ્માઇલ, મેકઓવર ડિઝાઇન કર્યા છે અને ગ્રાહકોને એલાઈન એસેસરીઝની વ્યાપક શ્રેણી જેમકે, ઇલેક્ટ્રિક અલ્ટ્રાસોનિક ટૂથબ્રશ, દાંત સફેદ કરનાર UV કિટ્સ સહિત વર્સટાઇલ ડેન્ટલ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. જ્યારે સ્કિનસી લેઝર હેર રિમૂવલ, ડર્મા ફેશિયલ અને એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ સહિતની શ્રેષ્ઠ સ્કિન મેકઓવર સેવાઓ ઘરે જ ઉપલબ્ધ કરાવે છે. સ્કિનસી એટ-હોમ લેઝર હેયર રિમૂવલ ટેકનોલોજી દેશમાં સર્વશ્રેષ્ઠ છે.

For more details, visit: https://makeo.app/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button