‘ઈન્ડિયા એસએમઈ એક્સેલન્સ એવોર્ડ-2021′ થી’અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ’ સન્માનિત
ઉદય અધિકારીને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી દ્વારા 'ઈન્ડિયા એસએમઈ એક્સેલન્સ એવોર્ડ-2021'થી સન્માનિત
મુંબઈ. 13મી ફેબ્રુઆરી 2022ના રોજ રાજભવન, મુંબઈ ખાતે ‘એસએમઈ ચેમ્બર્સ ઑફ ઈન્ડિયા મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એમ્પાવરિંગ એસએમઈ ફોર ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઈકોનોમિક ડેવલપમેન્ટ એસોસિએશન’ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન ઉદય કાશીનાથ અધિકારીને ‘એસએમઈ ઓફ ધ યેર- ઈનોવેશન એન્ડ ઈન્વેન્શન્સ’ શ્રેણી માં ‘ઈન્ડિયા એસએમઈ એક્સેલન્સ એવોર્ડ-2021’ એવોર્ડ થી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે.જેમાં અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન ઉદય અધિકારી અને એમડી સાગર અધિકારીએ સૌનો આભાર માન્યો હતો.
હાર્ડવેર ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવવા માટે 1988માં ‘અલ-અઝીઝ પ્લાસ્ટિક પ્રાઈવેટ લિમિટેડ’ની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા નવી ટેક્નોલોજીની શોધ અને નવીનતા કરવાનો છે. વીજળી, પાણી અને ગેસના ક્ષેત્રમાં હંમેશા નવા સંશોધનો કરો, જેથી પર્યાવરણ સુરક્ષિત રહે અને ટેક્નોલોજી ક્રાંતિ કરતી રહે.કંપનીએ દેશ-વિદેશમાં એક અલગ ઓળખ બનાવી છે.