સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

શ્રી રાણા સમાજની અનોખી પહેલરૂપે વેકસીનેશન કેમ્પ યોજાયો

સીકોત્રા માતાજીની વાડી ખાતે વેકસીનેશન કેમ્પમાં ૨૩૭ વયસ્કોનું રસીકરણ કરાયું

  • રાણા સમાજનો એક નિર્ધાર અમે વેકસીન મૂકાવી છે તમે પણ વેકસીન મૂકાવો

સુરતઃ  કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાથી બચવા માટેનું હાથવગુ હથિયાર એવું વેકસીન મળી છે ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર વધુમાં વધુ લોકોને રસીકરણ થાય તેવા સનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના સહયોગથી સૂરતના રાણા સમાજ દ્વારા સિકોત્રા માતાની વાડી ખાતે વેકસીનેશન માટે કેમ્પ આયોજન કરીને સમાજના ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચેના કો-મોર્બિટ તથા ૬૦ વર્ષથી વયના વયસ્કો મળી કુલ ૨૩૭ લોકોનું રસીકરણ કરાયું હતું. જયારે સમાજ જાગૃત થાય ત્યારે ગમે તેવી આફતનો સામનો કરવો સરળ બની જતો હોય છે ત્યારે રાણા સમાજે પહેલ કરીને વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે માટેની અનોખી પહેલ કરી હતી. કેમ્પની મુલાકાત લઈને પૂર્વ વિધાનસભાના ધારાસભ્યશ્રી અરવિંદ રાણાએ લઈને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ સુરત રાણા સમાજના પ્રમુખશ્રી નવીનભાઈ જરીવાલા, યુવા રાણા સમાજના પ્રમુખશ્રી અનયભાઈ, અગ્રણીશ્રી બિપીનભાઈ ચપડીયા, વિજયભાઇ જરીવાલા, ચંપાકલીબેન તેમજ અન્ય સમાજ અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો.

વેક્સીનેશન સેન્ટરમાં રસી લેનાર વ્યક્તિઓના સોશિયલ ડીસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટે અલગ-અલગ સમય આપીને વેક્સીન આપવામાં આવી હતી. રસી લીધા બાદ ૩૦ મિનિટ ઓબ્ઝરવેશનમાં રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગોલવાડ ખાતે સિકોત્રા માતાજી મંદિરના પુજારી તરીકે સેવા આપતા ૫૮ વર્ષીય કૈલાશગીરી ગુલાબગીરી ગૌસ્વામીએ કહ્યું કે, મને પ્રેશરની બિમારી છે. આજે મે કોવિડ-૧૯ વેકસીન લીધી છે છતા મને કોઈ આડઅસર થઈ નથી. જેથી સૌ લોકોએ કોઈ પણ અફવા અને ષડયંત્રકારી જુઠ્ઠાણાઓ પર ધ્યાન આપ્યા વિના રસીકરણ કરાવવું જોઈએ. આ મહામારી સામે લડવા માટે જયારે આપણી પાસે વેકસીન આવી હોય ત્યારે તેને લઈને પરિવારથી લઈને સમાજ અને રાષ્ટ્રને મહામારીથી બચાવવા માટે સૌને વેકસીન લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

અઠવાલાઈન્સ રામલાલ બગડીયા પ્રાયમરી સ્કુલના ૫૭ વર્ષીય આચાર્ય શ્રીમતિ ચંપાકલીબેન જરીવાલાએ કહ્યું કે, મે આજે રસી મૂકાવી છે. દરેક વ્યકિતએ પોતાનું તથા અન્ય પરિવારજનોનું રક્ષણ કરવાનું છે. આપણી વેકસીન સ્વદેશી છે. કોઈએ ગંભરાવાની જરૂર નથી. લોકો વધુમાં વધુ વેકસીન લઈને મહામારી સામે રક્ષણ મેળવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

નવાપુરા, હનુમાન ટેકરો-૨માં રહેતા ૮૦ વર્ષીય હરીજીવનદાસ ઠાકોરદાસ રાણા બ્લડ પ્રેશર અને ડાયબીટીસ જેવી બીમારી ધરાવે છે. તેઓએ કોરોના પ્રતિરોધક વેક્સીન લિધા બાદ જણાવ્યું કે, ‘મને રસી લઈને ૩૦થી વધુ મિનીટનો સમય થયો છે કોઈ પણ જાતનું રિએક્શન થયું નથી. આપણે સમાજના હિતમાં વિચારીને રસીકરણ કરાવવું જોઈએ. નાનપણમાં પણ અમોએ શીતળા તથા અન્ય રોગોની રસીઓ લીધી હતી ત્યારે પણ અનેક અફવાઓ ફેલાઈ હતી. જેથી કોઈ પણ નાગરિકોએ અફવાઓને તિલાજલી આપીને સૌને સુરક્ષિતતા બક્ષતી રસી લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

બલ્ડ પ્રેશરની બિમારી ધરાવતા અને પીંપરની શેરીમાં રહેતા ૭૨ વર્ષીય છગનલાલ ઘોરદનદાસ રાણા જરીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે, ‘વેક્સીન લીધા બાદ કોઈ પણ ચક્કર આવવા કે પછી થતા રીએક્શન મને થયા નથી. સમાજ દ્વારા આ એક મહત્વનું કાર્ય કરવામાં આવ્યું છે તેમાં સહયોગ આપવો આપણુ કતવ્ય બને છે. દેશના તમામ નાગરિકોએ વેક્સીન લઈને સરકારના પ્રયાસોને યશસ્વી પ્રયત્નોમાં સહભાગી થવું જોઈએ. જેવી રીતે રાણા સમાજે એક મહત્વનું પગલું લીધું છે તેવી રીતે અન્ય સમાજના લોકો સાથે મળીને રસીકરણ કરાવે તેવી અપીલ તેમણે કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button