દક્ષિણ ગુજરાતસુરત

બી.આર.સી. ઓલપાડ દ્વારા તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

સમસ્યાનો સામનો કરી તેના ઉકેલ માટે વિચારોનું નવસર્જન કરી શકતા બાળકોની ખોજ એટલે વિજ્ઞાનમેળો : કિરીટભાઈ પટેલ

સુરત: રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા માટે સી.આર.સી. કક્ષાએથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીના ‘જવાહરલાલ નેહરુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શનનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ઓનલાઇન મોડથી કરવામાં આવ્યું હતું. બાળકોને પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ ઉપલબ્ધ કરવાના હેતુસર યોજાયેલા તાલુકા કક્ષાના પ્રદર્શનમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા ૫૫ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે વર્ચ્યુઅલ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બાળકો કુદરતી રીતે જ તેમના પર્યાવરણના પ્રશ્નો સંદર્ભે જિજ્ઞાસુ અને રચનાત્મક હોય છે. જો આજના બાળકો સમસ્યાનો સામનો કરવા, સમસ્યા ઉકેલવા અને નવા વિચારોના સર્જનમાં સતત વ્યસ્ત રહે તો આપણે આપણા બાળકોને આવતીકાલના પડકારો માટે તૈયાર કરી શકાય છે.

B.R.C. Taluka level science-mathematics-environment exhibition was organized by Olpad

આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓનું ઓનલાઇન પ્રેઝન્ટેશન રજૂ કરતા બાળકોએ અનોખો આનંદ અને રોમાંચ અનુભવ્યો હતો. પ્રદર્શનમાં નિયુક્ત નિર્ણાયક સમિતિએ અંતમાં વિભાગવાર શ્રેષ્ઠ કૃતિઓ જાહેર કરી હતી જે મુજબ વિભાગ-૧ યુઝ ફાર્મ વેસ્ટ ગો ફોર ઇકો (કુંદિયાણા પ્રાથમિક શાળા), વિભાગ-૨ માય ગ્રીન બીન (કદરામા પ્રાથમિક શાળા), વિભાગ-૩ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિવાઇસ (પરીયા પ્રાથમિક શાળા), વિભાગ-૪ ઐતિહાસિક વિકાસ- રમકડાં અને જ્ઞાન-વિજ્ઞાન (સરસ પ્રાથમિક શાળા), વિભાગ-૫ ગાણિતિક નમૂનાઓ (એરથાણ પ્રાથમિક શાળા). શ્રેષ્ઠ જાહેર થયેલી પાંચેય કૃતિઓના બાળવૈજ્ઞાનિકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ચિરાગ પટેલ (જીણોદ), જિગીત્સા પટેલ (સેગવાછામા), રીટા પટેલ (દિહેણ), નિતિક્ષા પટેલ (ઓલપાડમુખ્ય) તથા કામિની પટેલ (કુવાદ)એ શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. ટેકનિશિયન તરીકે સંજય પટેલ તથા સંજય રાવળે સેવા આપી હતી. અંતે આભારવિધિ કીમના સી.આર.સી.કો-ઓર્ડીનેટર ભરત પટેલે આટોપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button