ધર્મદર્શનસુરત

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

સુરત:  આયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ ના પુનર્વસન તથા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટનની હ્રદયસ્પર્શી ઉજવણીમાં દેશભરના લોકો જોડાય રહ્યા છે. વાસ્તુ ઘી દ્વારા 22મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી શનિવારે સવારે 9:30 વાગ્યે વાસ્તુ સર્કલ, મોટા વરાછા ખાતે “રામ મંદિર દિયા કીટ” નું વિતરણ   શરુ કરવામાં આવ્યું હતું, આ કીટ  દિવા સાથે દીવો પ્રગટાવવા માટે વસ્તુ ઘી નું પાઉચ મુકીને  તૈયાર કરવામાં આવી હતી આવા 11,111 કિટ્સનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વાસ્તુ સર્કલથી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ દ્વારા સુરતના વિવિધ વિસ્તારમાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ સુખડીયા એ જણાવ્યું હતું કે આ પહેલ વાસ્તુ ઘીના ધ્યેયને સબંધિત  છે, જે નકારાત્મકતાને નાબૂદી કરે છે. અને સામૂહિક વિકાસને પ્રોત્સાહન આપવાનું પ્રતીક છે. આ ઝુંબેશ વાસ્તુ ઘીના સામુદાયિક જોડાણને પ્રતિબિંબ છે. વાસ્તુ ઘી દરેકને આ સામૂહિક ઉજવણીમાં જોડાવા માટે આમંત્રિત કરે છે, જે દિયાના શુદ્ધ પ્રકાશથી ઘરો અને હૃદયને પ્રકાશિત કરે છે.  ચાલો સાથે મળીને એકતા, સુખ અને સમૃદ્ધિની ભાવનાને જાળવીએ અને દેશનાં ભવ્ય મહોત્સવ જોડાઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button