Uncategorized
-
રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે વ્યારામાં
તાપી : રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સએ તાપી જિલ્લાના વ્યારા…
Read More » -
કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય તે હેતુ ચેમ્બર દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. રર એપ્રિલ, ર૦રર ના…
Read More » -
‘સીટેક્ષ– ર૦રર (સીઝન– ર)’ એકઝીબીશનમાં બે દિવસમાં ૧પ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તેમજ…
Read More » -
ચેમ્બર દ્વારા USA ના ત્રણ જુદા-જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન
ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી ર૪ ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરાયું : ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. રર જાન્યુઆરી, ર૦રરના રોજ સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં ચેમ્બર દ્વારા દુબઇ બાદ હવે યુ.એસ.એ.ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનના આયોજનની જાહેરાત કરાઇ હતી. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાંથી કાપડના કુલ નિર્યાતમાંથી ર૪ ટકા કાપડનું નિર્યાત એકમાત્ર યુ.એસ.એ.માં થાય છે આથી ભારતીય ટેક્ષ્ટાઇલ પ્રોડકટ્સ માટે યુ.એસ.એ.ના માર્કેટમાં ઘણી તકો ઉભી થઇ છે. આ તકોને યોગ્ય સમયે ઝડપી લેવા માટે તથા સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સીધા જ યુ.એસ.એ.ના ખરીદદારોના સંપર્ક આવી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આગામી તા. ૧૦ અને ૧૧ જૂન, ર૦રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશન યોજાશે. ત્યારબાદ તા. ૧પ જૂનના રોજ ટેકસીસ રાજ્યના ડેલેસ શહેરમાં તથા તા. ૧૮ જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે. ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’એકઝીબીશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહયા છે. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે. યુ.એસ.એ.ના જ્યોર્જિયા સહિતના વિવિધ રાજ્યોના ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો ચેમ્બર દ્વારા ત્યાંની સ્થાનિક એસોસીએશનની સાથે મળીને સંપર્ક સાધવામાં આવ્યો છે. જેમાં જ્યોર્જિયા રાજ્યના ૩૭૩, નોર્થ કોરોલીનાના પ૩૯, સાઉથ કોરોલીનાના ર૦૪, ફલોરીડાના ર૧પ, અલાબામાના ૯૦, ટેનીસીના ૧૦પ અને વર્જિનિયા રાજ્યના ૧૦૭ મળી કુલ ૧૬૩૩ ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સનો સમાવેશ થાય છે. આ એકઝીબીશનમાં પ્રથમ દિવસે માત્ર બીટુબી ઉપર ફોકસ કરાશે. જ્યારે બીજા દિવસે બીટુસી ઉપર ધ્યાન આપવામાં આવશે. ચેમ્બર દ્વારા યુ.એસ.એ.ની સ્થાનિક એસોસીએશન સાથે મળીને ત્યાંના બાયર્સ તથા ટ્રેડ એસોસીએશનના હોદ્દેદારો અને મેમ્બર્સને એકઝીબીશન માટે આમંત્રણ આપવામાં આવશે. ઉપરોકત સંદર્ભે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો સાથે યોજાયેલી મિટીંગમાં એકઝીબીશનમાં સુરત પેવેલિયન માટે પ૦ થી વધુ ઉદ્યોગકારો દ્વારા સ્થળ પર જ બુકીંગની તૈયારી બતાવી હતી. જો કે, આ એકઝીબીશનમાં જે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ડાયરેકટ એન્ડ પ્રોડકટ બનાવે છે તથા પોતાની વેબસાઇટ ધરાવે છે તેઓને જ પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંગેની સ્ક્રુટીની કર્યા બાદ ચેમ્બર દ્વારા એકઝીબીટર્સ વિશે અંતિમ નિર્ણય લઇ તેઓનો સંપર્ક કરાશે. કાપડ ઉદ્યોગ બાદ હવે ચેમ્બર યુ.એસ.એ. ખાતે ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ એકઝીબીશનના આયોજન વિશે વિચારી રહયું છે. અત્રે નોંધનીય છે કે, ભારતના કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલે પણ ચેમ્બરના કાર્યક્રમમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને આપેલા એકસપોર્ટના ટાર્ગેટને પહોંચી વળવા માટે તથા ઇકોનોમિક વેલ્યુ ઓફ આઉટપુટ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરાશે તેમ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધ વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયા છે ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ હવે ગ્લોબલ માર્કેટમાં સ્પર્ધાત્મક બને તે દિશામાં ચેમ્બર પ્રયાસ કરી રહયું છે. યુ.એસ.એ. ખાતે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને પગલે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી ટ્રેડ માટે માર્કેટ એકસેસ મળી રહેશે. ભારત અને યુ.એસ.એ. વચ્ચે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની શકયતા વધી જશે. વેપારની પ્રવૃત્તિ માટે ટેરીફ બેરીયર ઉપર બ્રેક લાગશે અને ભારતનો કાપડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે સ્થાન પ્રાપ્ત કરશે.
Read More »