સુરત

ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા ‘ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસ’ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા

બિઝનેસમાં ઉપયોગી થાય તે હેતુથી ઉદ્યોગ સાહસિકો – વેપારીઓ તથા નોકરિયાત અને વિદ્યાર્થીઓને કેરિયરમાં આગળ વધારવાની દિશામાં ભણાવવામાં આવ્યા 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને પોતાના બિઝનેસના ડેવલપમેન્ટ માટે કામ લાગી શકે તેમજ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને કેરિયર બનાવવા માટે તેમજ તેમાં આગળ વધવાના હેતુથી ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસ શરૂ કરવામાં આવ્યા છે.

આ કલાસનો પ્રથમ બેચ ઓકટોબર, ર૦ર૧માં પૂર્ણ થયો હતો. જ્યારે બીજો અને ત્રીજો બેચ ડિસેમ્બર, ર૦ર૧માં પૂર્ણ થયો છે. આથી ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસમાં ભણનારા પ૪ જેટલા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ચેમ્બર દ્વારા તા. રપ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

ચેમ્બર દ્વારા આયોજિત ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસમાં ફેકલ્ટી તરીકે મન્કી એકેડમીના સંચાલકો સુરભી સકસેના માધવાની અને પલક માધવાનીએ વિદ્યાર્થીઓને ફેસબુક, લીન્કડીન, ઇન્સ્ટાગ્રામ, ગુગલમેપ બિઝનેસ, યુ–ટયુબ અને વોટ્‌સએપ બિઝનેસના માધ્યમથી પોતાના વ્યવસાયને ડેવલપ કરવા માટે કેવી રીતે જાહેરાત કરવામાં આવે છે તે વિગતવાર શીખવવામાં આવ્યું હતું. માત્ર ૧પ મિનિટમાં જ વેબસાઇટ બનાવવાનું શીખવી સી.આર.એમ. ટૂલ્સ અને સેલ્સ ઓટોમેશન ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેની સરળ ભાષામાં સમજણ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button