સુરત

મુંબઇ ખાતે યોજાનારા CMAI FAB SHOW માં સુરતથી ચેમ્બરનું બિઝનેસ પેવેલિયન ભાગ લેશે

સુરત: CMAI દ્વારા આગામી તા. રર થી ર૪ ફેબ્રુઆરી, ર૦રર દરમ્યાન મુંબઈ ખાતે યોજાનાર CMAI FAB SHOW માં CMAI ના  ૪૦૦૦થી વધુ મેમ્બર્સ કે જેઓ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટોપ બ્રાન્ડસ અને ટોપ બાયર્સ છે તેઓ મુલાકાત લઈ સોર્સિંગ કરશે.

શુક્રવાર, તા. ર૪ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘સમૃધ્ધિ’, સરસાણા ખાતે CMAI Fabrics Accessories & Beyond Sourcing Show અંતર્ગત વિવિધ ટેક્ષ્ટાઈલ એસોસીએશનો સાથે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગિરધરગોપાલ મુંદડા, ફોસ્ટાના જનરલ સેક્રેટરી અને CAITના વાઈસ પ્રેસિડેન્ટ ચંપાલાલ બોથરા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલીયા, સચિન જી.આઈ.ડી.સી.ના અગ્રણી મયૂર ગોળવાલા, SITA ના દર્શક મંદાની, SGWA ના ડિરેકટર વિકાસ કુંડલીયા, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના ડિરેકટર રમણ મેગોટીયા, દીપક શેઠ, સિંધી કલોથ એસોસીએશનના અશોક મોહનાની, SWCPS ના પ્રમુખ કનૈયાલાલ વૈદ્ય, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફૂલ્લ શાહ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ઉપસ્થિત શ્રોતાઓને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, મુંબઈ ખાતે યોજાનાર CMAI FAB SHOW માં સુરતથી ચેમ્બરનું બિઝનેસ પેવેલિયન ભાગ લેશે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યે તમામ વકતાઓ તથા હાજર રહેલા તમામ શ્રોતાઓને આવકાર્યા હતા અને સદર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે,  CMAI છેલ્લા પ૦ વર્ષોથી મુંબઈ ખાતે નેશનલ ગારમેન્ટ ફેરનું આયોજન કરતી આવી છે. આગામી તા. રર થી ર૪ ફેબ્રુઆરી, ર૦રર દરમ્યાન મુંબઈ ખાતે CMAI પ્રથમ વખત FAB Sourcing Show (Exhibition) નું આયોજન કરવા જઈ રહી છે.

આ કાર્યક્રમની મુખ્ય લાક્ષણિકતા વિશે જણાવતા તેઓએ કહયું હતું કે, ૪૦૦૦ સભ્યો ધરાવતી CMAI દ્વારા આયોજિત આ એકઝીબીશનમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીની ટોપ બ્રાન્ડ અને ટોપ બાયર્સ મુલાકાત લેશે, જેમાં વિવિધ ફેબ્રિક, ગારમેન્ટ એસેસરીઝ અને એમ્બ્રોઈડરી વગેરે પ્રદર્શિત કરવામાં આવશે.

આ એકઝીબીશનમાં ભાગ લેવા માટે સૌપ્રથમ CMAI ના એસોસીએટ સભ્ય બની સદર એકઝીબીશનમાં સ્ટોલનું બુકીંગ કરી શકાશે તેવી માહિતી ડો. અજોય ભટ્ટાચાર્યે ઉપસ્થિત મહેમાનોને પૂરી પાડી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યે કર્યું હતું.

ચેમ્બરના માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button