સુરત

મહાનગરપાલિકાની સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન ૧૭,૧૪૯ જેટલા પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીસ ઓફિસર, ઝોનલ ઓફિસર સહિતનો સ્ટાફ ફરજ બજાવશે

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૧
મહાનગરપાલિકાની સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન ૧૭,૧૪૯ જેટલા પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીસ ઓફિસર, ઝોનલ ઓફિસર સહિતનો સ્ટાફ ફરજ બજાવશે

સુરતઃ સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી આગામી તા.૨૧/૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે, ત્યારે સમગ્ર તંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાલિકા વિસ્તારના ૩૦ વોર્ડમાં ૩૧૮૫ મતદાન મથકો પરથી મતદારો મતદાનનો ઉપયોગ કરશે. જેમાં પ્રિસાઈડીગ ઓફીસર, પોલિંગ ઓફીસર તથા પ્યુન સહિત ૧૫,૯૨૫ જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જયારે ૬૧૨ ઝોનલ ઓફિસર તથા ૬૧૨ રૂટ સુપરવાઈઝરોની મદદથી સમગ્ર ચુંટણી પ્રક્રિયા સપન્ન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આગામી તા.૨૧મી ફ્રેબ્રુઆરી, રવિવારના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જયારે તા.૨૩/૦૨/૨૦૨૧ના રોજ ૧૪ વોર્ડની મતગણતરી એસ.વી.એન.આઈ.ટી., પીપલોદ ખાતે તથા ગાંધી એન્જીનિયરીંગ કોલેજ, મજુરા ગેટ ખાતે ૧૬ વોર્ડની મતગણતરી યોજાશે. જેથી સૌ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈને મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button