બિઝનેસસુરત

કોલોબરેશન અને મર્જર ઉપરાંત એડવાન્સ પોલિસી ફોર્મિંગના હેતુસર ચેમ્બરમાં ‘સિગ્નેચર બિઝનેસ કલબ’ની સ્થાપના

ચેમ્બરની ‘સિગ્નેચર બિઝનેસ કલબ’ એક અલગ ઓળખ – એક બ્રાન્ડ ઉભી કરશે અને ચેમ્બરના વિકાસમાં અતિ મહત્વનો ભાગ ભજવશે : આશીષ ગુજરાતી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોલોબરેશન અને મર્જર ઉપરાંત એડવાન્સ પોલિસી ફોર્મિંગના હેતુસર ‘સિગ્નેચર બિઝનેસ કલબ’ની સ્થાપના કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા શનિવાર, તા. ૧૮ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ મેરીયોટ, સુરત ખાતે ‘સિગ્નેચર બિઝનેસ કલબ’નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરો પર હવે બિઝનેસના સમીકરણો બદલાઈ રહયા છે અને તેની સાથે ધંધાકીય મૂલ્યોના માપદંડો પણ બદલાઈ રહયા છે. સરકાર પણ એક કોર્પોરેટ હાઉસની જેમ કામ કરતી થઈ ગઈ છે. અત્યારનો સમય એકબીજા સાથે સંકલન સાધવાનો છે. બધાએ એકત્રિત થવાનો છે અને આપણી શકિતઓનું એકત્રીકરણ કરીને આગળ વધવાનો છે. આ બધી બાબતોને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા એક બિઝનેસ પાવર હાઉસનું આયોજન કર્યું છે, જેને ‘સિગ્નેચર બિઝનેસ કલબ’ તરીકે નામ આપવામાં આવ્યું છે.

‘સિગ્નેચર બિઝનેસ કલબ’ના બીજ વર્ષ ર૦૧૬–૧૭માં જ નંખાઇ ગયા હતા. કારણ કે, ર૦૧૬–૧૭ના પ્રમુખ બી. એસ. અગ્રવાલે ગોલ્ડ–પ્લેટીનમ મેમ્બરની શરૂઆત કરી ૩૮ સભ્યો બનાવ્યા હતા. ત્યારપછી એમાં વર્ષો વર્ષ વધારો થયો હતો. વર્ષ ર૦ર૦–ર૧માં કોરોનાના ખૂબ જ વિકટ સમયમાં ચેમ્બરને આ પ્રવૃત્તિઓ પર રોક લગાડવી પડી હતી. હવે ફરીથી ચેમ્બરે મેમ્બરશીપ તરફ ધ્યાન કેન્દ્રીત કરી ૩૯ નવા ગોલ્ડ, પ્લેટીનમ અને પ્રિમિયમ મેમ્બર્સ બનાવ્યા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ચેતન શાહના માર્ગદર્શનમાં તથા E&Y ને નોલેજ પાર્ટનર તરીકે સાથે રાખી ખૂબ જ ગહન વિચાર કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં એક રૂપરેખા બનાવી અને ‘સિગ્નેચર બિઝનેસ કલબ’ને આ રૂપ આપવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા શરૂ થયેલી આ નવી વ્યવસ્થાનો ઘણા સભ્યો લાભ લેશે તથા આ કલબ તેની એક અલગ ઓળખ – એક બ્રાન્ડ ઉભી કરશે અને ચેમ્બરના વિકાસમાં અતિ મહત્વનો ભાગ ભજવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button