એન્ટરટેઇન્મેન્ટવેબ સિરીઝ

હેવમોર આઇસક્રીમ તમને મલ્હાર ઠાકર સાથે વર્ચુઅલ ટૂર પર લઈ જશે

ગુજરાતી દર્શકો માટે પહેલી વાર ટ્રાવેલ અને આઈસક્રીમ પર સાત એપિસોડની વેબ સિરીઝ લોન્ચ કરી

નવા નિયમો હવે સમયની જરૂરિયાત બની ગયા છે ત્યારે ભારતની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ્સમાંથી એક હેવમોર આઈસક્રીમે લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકર સાથે સહયોગમાં તેની વેબ સિરીઝ હેવમોર પાસપોર્ટના લોન્ચ પરથી પડદો ઊંચકી રહી છે. 25મી સપ્ટેમ્બરથી આરંભ કરતાં વેબ સિરીઝની ટેગ લાઈન ખાતા જાઓ, ફરતા જાઓ છે, જે દર્શકોને મલ્હાર તેની ફેવરીટ હેવમોર આઈસક્રીમ માણી રહ્યો છે તે સાથે સાત આંતરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જશે.

ગુજરાતવાસીઓ આઈસક્રીમ અને પ્રવાસમાં બહુ ઘેલા છે. આ વિચારને ધ્યાનમાં રાખીને હેવમોર આઈસક્રીમ વેબ સિરીઝ હેવમોર પાસપોર્ટ સાથે બંને વિશ્વનું શ્રેષ્ઠતમ લાવવા માટે ખુશી અનુભવી રહ્યું છે, જ્યાં દર્શકો તેમના મનગમતા કલાકાર મલ્હાર સાથે વર્ચ્યુઅલ ટૂર પર જઈ શકશે અને તેમની ભાવતી આઈસક્રીમ માણી શકે છે. હેવમોર પાસપોર્ટ સહભાગી કરતી પ્રાદેશિક કન્ટેન્ટ સાથેનો હળવોફૂલ અને ફીલ ગૂડ શો છે, જેમાં મલ્હાર તેના મિત્રોને મળે છે અને સાત નયનરમ્ય આંતરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર પર જાય છે, જ્યાં તે તેની ફેવરીટ હેવમોર આઈસક્રીમ માણે છે.

હેવમોર બ્રાન્ડ તરીકે તેના ગ્રાહકોની જરૂરતોને સમજે છે અને હેવમોર અને આઈસક્રીમ સાથે ઊંડું જોડાણ હાંસલ કરવા માટે તેમને મદદરૂપ થવાની નવી બ્રાન્ડ વ્યૂહરચનાઓ સાથે તેના ગ્રાહકોને ખુશી આપવાનું લક્ષ્ય છે. ગ્રાહકો હંમેશાં રોમાંચક પ્રવૃત્તિઓની શોધ કરતા હોય છે અને હાલમાં વર્ચ્યુઅલ ટૂર સૌથી વધુ ચાલતી અને રોમાંચક ડિજિટલ પ્રવૃત્તિમાંથી એક છે, જે આશા આપે છે અને પ્રવાસ કરવાનો પ્રેમ જીવંત રાખે છે.

હેવમોર આઈસક્રીમના એમડી શ્રી નિંદ્યો દત્તાએ જણાવ્યું હતું કે આ અનોખી સંકલ્પના છે, જે અગાઉ ક્યારેય ખોજ કરાઈ નથી. આવી કન્ટેન્ટ લોન્ચ કરવા પાછળનો સંપૂર્ણ હેતુ અમારા ગ્રાહકો સાથે જોડાણ કરવાનો અને શ્રેણી પર વાર્તાલાપ પાછો લાવવાનો છે. આ પાછળનો વિચાર હાલમાં પ્રવાસ ફક્ત વર્ચ્યુઅલી કરી શકાય તેમ છે તેવા પડકારજનક સમયમાં રસપ્રદ સિરીઝ સાથે દર્શકોનું મનોરંજન કરવાનો છે.

આ અવસરે લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે હું હેવમોર આઈસક્રીમ સાથે સહભાગી થવામાં અને વેબ- સિરીઝનો હિસ્સો બનવામાં ખુશી અનુભવી રહ્યો છું. મને પ્રવાસ કરવાનું ગમે છે, મને આઈસક્રીમ ખાવાનું ગમે છે તે જોતાં આ સિરીઝ મારા મનની અત્યંત નજીક છે. મને ખાતરી છે કે દર્શકોને વાર્તા ગમશે અને મને તેનો હિસ્સો બનવાની મજા આવી તેટલી જ તેમને તે માણવાની મજા આવશે.

આ સિરીઝ ધ કોમેડી ફેક્ટરીના સહ- સ્થાપક મનન દેસાઈ દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે અને સંકલ્પના સાઈડવેઝની છે. દરેક એપિસોડ છ મિનિટનો છે, જે સાત અલગ અલગ એપિસોડ્સમાં આંરરાષ્ટ્રીય સ્થળોની વર્ચ્યુઅલ ટૂર આપે છે, જે દરેક શુક્રવારે એક એપિસોડ રિલીઝ કરશે. પ્રથમ એપિસોડ હેવમોર યુટ્યુબ ચેનલ પર 25 સપ્ટેમ્બરથી લાઈવ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button