કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ
ગાંધીનગર, ગુજરાત, 18મી જાન્યુઆરી, 2025: ભારતની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી, ગાંધીનગરમાં કેપિટલ આઈકોન-1, ડી-માર્ટ પાસે, સરગાસણ-કૂડાસણ રોડ ખાતે પોતાના 61મા એક્સક્લુઝિવ શોરૂમના ઉદઘાટનની ગર્વભેર ઘોષણા કરે છે. આ સીમાચિહ્ન કિસ્નાને ભારતભરમાં લક્ઝરી ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીને પહોંચને પાત્ર બનાવવાની સફરની દિશામાં મહત્ત્વનું કદમ બની રહ્યું છે. આ સાથે જ તેની ‘હર ઘર કિસ્ના’ની પરિકલ્પનાને પણ તે સાકાર કરવા જઈ રહી છે.
આ ભવ્ય ઉદઘાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રત ઉપરાંત હરિ ક્રિશ્ના ગ્રુપના સ્થાપક અને ચેરમેન પદ્મશ્રી ડો. સવજીભાઈ ધોળકિયા, હરિ ક્રિશ્ના ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઘનશ્યામ ધોળકિયા, તેમજ કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેરીના ડાયરેક્ટર શ્રી પરાગ શાહ, ફ્રેન્ચાઈઝ પાર્ટનર શ્રી દિલીપ મંડોથ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ લોંચની ઉજવણીના ભાગરૂપે, કિસ્ના દ્વારા ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જિસમાં 100% સુધીની છૂટ અને ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જિસમાં 25% સુધીની છૂટ ઓફર કરાઈ રહી છે. આના થકી ગાંધીનગરના માનવંતા ગ્રાહકોને પ્રિમિયમ જ્વેલરી પ્રાપ્ત કરવાનો અનેરો અવસર મળશે.
ગુજરાતમાં કિસ્નાના બીજા એક્સક્લુઝિવ શોરૂમ તરીકે, આ લોંચ અમારી બ્રાન્ડની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાની દિશામાં મહત્ત્વનું સીમાચિહ્ન બન્યું છે. સર્વોત્તમ કારીગરી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને બિરદાવવા માટે જાણીતું ગુજરાત કિસ્ના માટે પણ અપ્રતિમ તકો પૂરી પાડી રહ્યું છે અને આ નવો શોરૂમ આ પ્રદેશમાં અપ્રતિમ ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીને ગ્રાહકોની સમીપ લાવવાના અમારી બ્રાન્ડના મિશનને સુદૃઢ રીતે પ્રસ્તુત કરે છે.
આ લોંચ પ્રસંગે હરિ ક્રિશ્ના ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર, શ્રી ઘનશ્યામ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ગાંધીનગરમાં અમારા 61મા શોરૂમનું ઉદઘાટન એ કિસ્ના માટે ગર્વની ક્ષણો છે. આ શોરૂમ લક્ઝુરિયસ જ્વેલરીની સાથે અતુલ્ય શોપિંગ અનુભૂતિની પ્રસ્તુતિ પરત્વે અમારા સમર્પણભાવને પરાવર્તિત કરે છે. આ લોંચની સાથે, અમે ‘હર ઘર કિસ્ના’ની પરિકલ્પનાને પણ સાકાર કરવાની સાથે ભારતભરમાં ઉચ્ચ-ગુણવત્તાશીલ ડાયમંડ જ્વેલરીને સહુને માટે પહોંચપાત્ર બનાવવાની દિશામાં અમારી સફરને આગળ ધપાવીએ છીએ.”
કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીના ડાયરેક્ટર, શ્રી પરાગ શાહે આ પ્રસંગે ઉમેર્યું હતું કે, “ગાંધીનગર એક વાઈબ્રન્ટ માર્કેટ છે જ્યાંના કદરદાન ગ્રાહકોને મન બારીક કારીગરી તેમજ અલભ્ય ડિઝાઈનનું અનેરું મહત્ત્વ છે. આ શોરૂમ વિશ્વાસ અને ઉમદાપણાના કિસ્નાના વારસાને ગુજરાતના જ્વેલરી પ્રેમીઓની પસંદગી સાથે સુપેરે જોડે છે. અમે દરેકને કિસ્નાની આ પ્રસ્તુતિની સુંદરતા અને આધુનિકતાનો અનુભવ કરવા આમંત્રિત કરીએ છીએ.”
ફ્રેન્ચાઈઝ પાર્ટનર શ્રી દિલીપ મંડોથે કહ્યું હતું કે, “કિસ્નાના પાર્ટનર બનવાનો અમને રોમાંચ છે અને અમે આ શહેરમાં નવતર ડિઝાઈન તથા અતુલ્ય કારીગરીને પ્રસ્તુત કરવા બાબતે ખુશ છીએ. અમે ગુણવત્તા તેમજ ગ્રાહક આધુનિકપણા પ્રત્યે અમારા સમર્પણભાવ થકી ગાંધીનગરના બ્રાન્ડેડ જ્વેલરી પ્રેમીઓની સેવા કરવા ઉત્સુક છીએ.”
ગાંધીનગર ખાતે કિસ્નાનો નવો શોરૂમ ખાસ કાળજીપૂર્વક ડિઝાઈન કરાયો છે જેથી ગ્રાહકોને મોકળાશભર્યું અને લક્ઝુરિયન વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત તેમના માટે પ્રિમિયમ શોપિંગનો અહેસાસ સુનિશ્ચિત કરી શકાય. ગ્રાહકો અહીં 100% IGI પ્રમાણિત ડાયમંડ જ્વેલરી અને BIS હોલમાર્ક ધરાવતા સોનાના દાગીનાની વિશાળ રેન્જમાંથી પસંદગી કરી શકે છે. આમાં રોજિંદા વપરાશના દાગીના, બ્રાઈડલ કલેક્શન તેમજ એક્સક્લુઝિવ વેલેન્ટાઈન્સ ડે ડિઝાઈનનો સમાવેશ થાય છે જેમાં હાર્ટ-શેપ ડાયમંડ તથા લવ-થીમની ચીજો સામેલ છે. ગાંધીનગરના સ્થાનિક ભપકાને પરાવર્તિત કરવાની સાથે કિસ્નાની સિગ્નેચર સ્ટાઈલને જાળવી રાખીને આ શોરૂમ દરેક પ્રસંગ માટે ખાસ તૈયાર કરાયેલી જ્વેલરીના ચુનંદા સિલેક્શનની પ્રસ્તુતિ કરે છે.
કિસ્ના અત્યંત ઝડપી વિસ્તરણ હાથ ધરી રહી છે, જેના અંતર્ગત મહાનગરો, ટિયર 1, ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં સંખ્યાબંધ નવા શોરૂમ ખોલવાનો સમાવેશ થાય છે. આના થકી ભારતના સૌથી સરળતાથી પહોંચને પાત્ર તેમજ વિશ્વસનીય જ્વેલરી રિટેલર બનવાના તેના ધ્યેયને વધુ સુદૃઢ બનાવી શકાશે. ગાંધીનગરનો આ શોરૂમ ગુણવત્તા, નમણાશ, અને સામુદાયિક જોડાણ પરત્વે કિસ્નાની વચનબદ્ધતાને પરાવર્તિત કરે છે, જે આ બ્રાન્ડની સફરમાં એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહેશે. આ બ્રાન્ડે હાલમાં જ તેનું #AbkiBaarAapkeLiye શોપ એન્ડ વિન કાર કેમ્પેઈન પૂર્ણ કર્યું છે અને દેશભરના નસીબવંતા ગ્રાહકોમાં 100+ મારૂતિ સેલેરિયો કારનું વિતરણ કર્યું છે. સામુદાયિક જોડાણના કિસ્નાના ધ્યેયને સિદ્ધ કરવા, આ સાહસ દ્વારા લોંચ ઉજવણીના ભાગરૂપે રક્તદાન ઝુંબેશ ચલાવાશે તેમજ આશરે 200 ગરીબોમાં ભોજનનું વિતરણ પણ કરવામાં આવશે.