મની / ફાઇનાન્સ

કોટક સિક્યુરિટિઝે ટ્રેડ ફ્રી પ્લાન લોન્ચ કર્યો

કોટક સિક્યુરિટિઝ લિમિટેડ (કેએસએલ)એ  પોતાના પ્રકારનો પ્રથમ પ્લાન – ટ્રેડ ફ્રી પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ઇન્ટ્રા ડે ટ્રેડ્સ ઉપર ઝીરો બ્રોકરેજ અને તમામ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) ટ્રેડ્સ ઉપર પ્રત્યેક ઓર્ડર દીઠ રૂ. 20 ઓફર કરે છે. આ ફિક્સ્ડ બ્રોકરેજ પ્લાન ઇક્વિટી, કોમોડિટી અને કરન્સી એમ તમામ સેગમેન્ટ્સમાં ઉપલબ્ધ છે.

કેએસએલ દ્વારા કરાયેલા ગ્રાહક અભ્યાસમાં ભારતીય મૂડી બજારમાં સારા કેપિટલાઇઝ્ડ અને પ્રતિષ્ઠિત સ્ટોક બ્રોકર પાસેથી સ્પર્ધાત્મક બ્રોકરેજ પ્લાનની જરૂરિયાત જણાઇ હતી. ટ્રેડ ફ્રી પ્લાન આ ખાઇ પૂર્ણ કરે છે. કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડની પેટા કંપની કોટક સિક્યુરિટિઝ લિમિટેડ 25થી વધુ વર્ષથી બ્રોકિંગ બિઝનેસમાં છે અને તેની નેટવર્થ લગભગ રૂ. 5,000 કરોડ છે, જે ભારતીય બ્રોકિંગ ઉદ્યોગમાં સૌથી વધુ છે.

 

ટ્રેડ ફ્રી પ્લાન ઘણી પ્રથમ વિશિષ્ટ વિશેષતાઓ ધરાવે છેઃ

  • ઇન્ટ્રા ડે ટ્રેડ્સ ઉપર ઝીરો બ્રોકરેજ અને તમામ અન્ય એફએન્ડઓ ટ્રેડ્સમાં પ્રત્યેક ઓર્ડર ઉપર રૂ. 20, જે ભારતીય બ્રોકિંગ ઉદ્યોગમાં સૌથી સ્પર્ધાત્મક બ્રોકરેજ પ્લાન પૈકી નો એક છે.
  • માત્ર 60 મીનીટમાં ઓનલાઇન બ્રોકિંગ એકાઉન્ટ ખોલો અને તે જ દિવસથી ટ્રેડિંગ શરૂ કરો.
  • ગ્રાહક સંતોષની ખાતરી – જો ગ્રાહક સંતુષ્ટ ન હોય તો તેઓ એક મહિનાની અંદર કોઇપણ પ્રકારના પ્રશ્ન વિના ફી અને બ્રોકરેજનું રિફંડ માગી શકે છે.
  • ગ્રાહકો ટ્રેડિંગ માટે માર્જીન તરીકે રોકડની જગ્યાએ સ્ટોક પણ આપી શકે છે.

 

કોટક સિક્યુરિટિઝ લિમિટેડના ચેરમેન નારાયણ એસ એ એ જણાવ્યું હતું કે, ટ્રેડ ફ્રી પ્લાન લોન્ચ કરતાં હું ખુબજ ઉત્સાહિત છું, જે સાચા અર્થમાં ક્રાંતિકારી પ્રોડક્ટનું મિશ્રણ છે. તે ગ્રાહકોને ડિજિટલ માધ્યમથી એકાઉન્ટ ખોલવા અને તેજ  દિવસથી  ટ્રેડિંગ શરૂ કરવાની મંજૂરી આપે છે. ઝીરો બ્રોકરેજથી ગ્રાહક અત્યંત વોલેટાઇલ માર્કેટમાં અસરકારક રીતે ટ્રેડ કરી શકે છે. મારું માનવું છે કે અમારી વિશિષ્ટ પ્રોડક્ટ ઓફરિંગ માર્કેટના વ્યાપમાં વધારો કરશે તેમજ નવા રોકાણકારોને બજારમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.

 

કોટક સિક્યુરિટિઝ લિમિટેડના એમડી અને સીઇઓ જયદીપ હંસરાજે જણાવ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ અને સરળ સેવા ઓફર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. અમારા નવા ટ્રેડ ફ્રી પ્લાન દ્વારા કોટક સિક્યુરિટિઝ તેના ગ્રાહકોને અનુકૂળ, સરળ તથા કોઇપણ સ્થળેથી અને કોઇપણ સમયે ટ્રેડ અને રોકાણ કરવા સક્ષમ બનાવે છે. વધુમાં તે માર્કેટમાં સ્પર્ધાત્મક પ્રાઇઝિંગ સાથે મજબૂત મૂલ્ય પ્રસ્તાવ ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button