બિઝનેસમની / ફાઇનાન્સ

ભારતના સૌથી યુવા વેલ્થ એડવાઈઝર ગુજરાતમાં તેની પ્રથમ શાખા ખોલવા માટે તૈયાર

સુરતમાં ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનની ફિઝિકલ શાખા ખુલી

સુરત: હેલ્થ ઇઝ વેલ્થને અનુસરવા માટે અને રોકાણ પ્રત્યેની જાગૃતિ માટે નાણાંકિય સંસ્થાની શરૂઆત ગુજરાતમાં થવા જઇ રહી છે. વેલ્થ એડવાઈઝર- ગુજરાતની પ્રથમ રોકાણ અનુકુળ નાણાકીય સંસ્થા જેમની કેરળમાં ફિઝિકલ શાખાઓ છે તેમણે સુરતમાં વધુ એક શાખા ખોલવાની જાહેરાત કરી છે. સંસ્થાની નવી શાખાનો ઉદ્દેશ આગામી પેઢીના સાહસિકો માટે વન-સ્ટોપ ફાઇનાન્સિયલ સર્વિસ સોલ્યુશન વિકસાવવાનો છે જે વિદ્યાર્થીઓને શેરબજાર, અલ્ગો સોફ્ટવેરના ફાયદા અને ગેરફાયદા, છેતરપિંડીથી બચવા જેવા વિષયો પર આધારિત નાણાકીય તાલીમની સુવિધા આપશે. એકાઉન્ટ્સ કૌભાંડો કરવા અને ઘણું બધું શિખવવામાં આવશે.

નાણાકીય સ્વતંત્રતા માટે સમગ્ર અભિગમમાં લોકો માટે એડવાઇઝરી સર્વિસની સતત વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સંસ્થાએ મોડ્યુલ ડિઝાઇન કર્યા છે જે નવા ઉમેદવારોને ઉત્તેજન આપશે. ધ વેલ્થ એડવાઈઝરના સ્થાપક શાનવાસ પીએસએ જણાવ્યું કે દેશના વિકાસમાં રોકાણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નવી સંસ્થા દ્વારા, અમે એવા વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા સુધી પહોંચવા માંગીએ છીએ કે જેઓ રોકાણના મોડ્યુલોને સમજીને અને એનાલિસિસ, ઇન્ડેક્સ એનાલિસિસ, સ્ટોક એનાલિસિસ, ટેકનિકલ અને ફંડામેન્ટલ્સના વર્તમાન વલણ અંગે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવીને તેમની કારકિર્દીને આગળ વધારવા ઇચ્છુક છે.

રોકાણના જોખમોને સરળ બનાવીને સંસ્થા અભ્યાસક્રમોનો કલગી પ્રદાન કરે છે કે જે ભાવિ ટ્રેડર્સને માર્ગદર્શન આપવામાં મદદ કરશે. શેરબજારને સમજવું અને માન્યતાઓને તોડવી એ મહત્ત્વનો તબક્કો છે. લોકોને સ્ટોક ઇન્વેસ્ટિંગની માન્યતાઓ, સામાન્ય રીતે નાણાંની ખોટ અને છેતરપિંડી અને સ્કેમર્સ વિશે સમજાવાશે,તેમજ સંસ્થા લાઇવ ટ્રેડિંગ સહાય અને ઇન્ટર્નશિપ્સ સહિત એઆઇ મોડ્યુલ્સ સહિત મૂળભૂત અને અદ્યતન અભ્યાસક્રમોની ભરપૂર રજૂઆત કરી છે.

વેલ્થ એડવાઇઝર ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રને સચોટ જ્ઞાન અને માર્ગદર્શન આપવા માટે ભારતમાં વધુ સંસ્થાઓ ખોલવા માંગે છે. તેવું જણાવતા શાનવાસ પી.એસ.એ પણ જણાવ્યું હતું કે, “હાલના સ્ટોક ઈન્ડસ્ટ્રીને શેરબજારની સચોટ નાડ પારખવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની જરૂર છે અને આ રીતે આ સંસ્થા સાથે અમારું લક્ષ્ય બજારની વર્તમાન પરિસ્થિતિ અનુસાર સંપૂર્ણ બજાર એનાલિસિસ રજૂ કરવાનો છે અને એક અનોખું મિશ્રણ પૂરૂ કરવાનો છે. ઉદ્યોગના નિષ્ણાતો અને માર્ગદર્શકો દ્વારા ઊંડા ઉદ્યોગ અને શૈક્ષણિક જોડાણ કરવામાં આવશે.”

ગુજરાતમાં નાણાંકિય જગૃતિ ડેવલપ કરવાનો પ્રયાસ

દેશમાં ગુજરાતમાં હજુ નાણાંકિય સાક્ષરતા મુદ્દે ભાર આપવાની જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વેલ્થ એડવાઇઝરને લગતા પ્રોગ્રામ ચાલતા નથી અને જ્યાં થાય છે ત્યાં પ્રેક્ટિકલ નથી માટે અમે બન્ને બાબતોને આવરી લઇને વેલ્થ ક્રિએટ માટેનું જ્ઞાન પુરૂ પાડી નાણાંકિય જાગૃતિ અભિયાન શરૂ કરી રહ્યાં છીએ. હું પણ  શાનવાસ પી.એસની આ પ્રકારની કામગીરીથી ઇન્સપાયર થયો છું અને ગુજરાતમાં શરૂ કરવા જઇ રહ્યો છું.

– પાર્થ પારેખ, ગુજરાત હેડ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button