ગુજરાતલાઈફસ્ટાઇલસુરત

મોડલિંગ ક્ષેત્રમાં પદાર્પણ કરતી સુરતની સીયા પ્રતીક માલી

Sia Pratik Mali of Surat, making her debut in the modelling field

મોડેલિંગની દુનિયામાં નામના મેળવી છે –  સિયા

ટીવી સિરિયલ ઓફર છતાં અનિચ્છા દર્શાવી , સિયા કહે છે કે, પહેલા મોડેલિંગ ક્ષેત્રમાં કામ કરવું છે પછી એક્ટિંગ

અમદાવાદ: મોડેલિંગ એટલે ગ્લેમરસ,મોડલિંગ એ બોલીવુડ નું પ્રવેશ દ્વાર છે . સંઘર્ષના જોરે કેટલીય  મોડેલો આજે બોલીવુડ ટોપ ની અભિનેત્રી બની છે. કદાચ આ જ માર્ગ પર સુરતની સિયા પ્રતીક માલી પણ ચાલી રહી છે. મોડેલિંગની દુનિયામાં પદાર્પણ કરી નામના મેળવવા માંગે છે.

11 વર્ષની સિયા માલી એ ઔરા એકેડમીમાં ભાગ લીધો હતો ત્યાં રનર અપ રહી ચૂકી છે. આ ઉપરાંત તેણે  ઈમેજીકા બ્રાન્ડ માં રેમ્પ વોક કર્યું હતું. 2017 માં મુંબઇ માં આયોજિત ઇન્ડિયન કીડસ ફેશન શોમાં ભાગ લીધો અને ૨૦૧૮ માં અવિરા બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યું હતો. સિયા ને યુક્રેન અને ઇંડિયન મોડેલ્સ સાથે પણ  કામ કરવાની તક મળી છે.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને અમેરિકન મોડલ અને એક્ટ્રેસ સ્ક્રેલેટ જોનસન સીયાના રોલ મોડલ છે. સિયા માલીનું કહેવું છે કે , એક સારી મોડલ અને અભિનેત્રી બનવું એ મારી જિંદગીનો ધ્યેય છે.સિયા ની મોડલિંગ કારકિર્દીનો પ્રારંભ થઈ ચૂક્યો છે કેમકે, ત્રણ કંપનીઓએ ફોટોશૂટ માટે સિયા ને ઓફર કરી છે પણ હજુ તેને કોઈ નિર્ણય લીધો નથી.

મૂળ સુરતની શીયાને ટીવી સીરીયલ ની પણ ઓફર થઈ છે પણ તેનું તે કહે છે કે ,અત્યારે મારો એક માત્ર એ જ ધ્યેય છે કે ,હું મોડેલિંગની દુનિયામાં કારકિર્દી ઘડવા માગું છું અને ત્યાર પછી જો સફળ થઇશ તો હું અભિનય પણ કરીશ.

સિયા ની મોડેલિંગ કારકિર્દીમાં તેના માતા પિતાને ખૂબ જ મહત્વનો રોલ છે આખી ફેમિલી એ હમેંશા ખુબ સપોર્ટ કર્યો છે તે કહે છે કે મારા માતા-પિતા ખૂબ જ સ્પોર્ટી વ છે. ફેશન શો હોય કે પછી અન્ય કોઈપણ મુદ્દે મારા માતા-પિતા મને જ નિર્ણય લેવાનું કહે છે. સાથે સાથે તેઓ મારા ભણતરનું પણ ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે .ભણતર અને કારકિર્દી બંનેને એક સાથે જોડવા ખૂબ જ મુશ્કેલ છે ત્યારે માતા-પિતા નો અને ફેમિલી નો સપોર્ટ મારા માટે હુંફ બની રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button