સુરત

મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની બોલીવુડના જાણીતા કલાકાર એવા મિલિંદ સોમને યોજેલી રન ફોર યુનિટી દોડનું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામે જિલ્લા વહીવટી તંત્રએ સ્વાગત કર્યુ

બોમ્બેથી નીકળેલી રન ફોર યુનિટી દોડના માધ્યમથી મિલંદ સોમણે કેવડિયા સુધી જઇ એકતાનો સંદેશ પહોંચાડશે

સુરતઃ નર્મદાના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એક્તાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી શ્રી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી ‘રન ફોર યુનિટી’ના દોડનું આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માંખીગા ગામે મામલતદારશ્રી, રમતગમત અધિકારી ગ્રામ્યશ્રી વિરલ પટેલ, સિનિયર કોચશ્રી કનુભાઈ રાઠોડ સહિતના વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન શ્રી સોમને એક્તા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એક્તાનો સંદેશ આપવા કર્યુ છે.

વિવિધતામાં એક્તાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્યપ્રેમી શ્રી મિલિંદ સોમનેની સ્ટે ચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.૦૦ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી. આ દોડ તા.૨૧ મી ઓગસ્ટે્ સાંજે પ.૦૦ વાગે સ્ટેજચ્યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button