સુરત

નહેરૂ યુવા કેન્દ્ર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત સ્વરોજગાર તાલીમ યોજાઈ

સુરત: ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરત દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત ATDC કલાસ ખાતે સ્વરોજગાર તાલીમ યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકાર સંચાલિત વિવિધ મહિલા સશક્તિકરણ યોજનાઓનો લાભ યુવતીઓ સ્વનિર્ભર બને, સ્વરોજગાર કરી પરિવારને આર્થિક ટેકો આપે એ માટે નવા વ્યવસાયની શરૂઆત, નાણાકીય બેંક સહાય અને સબસીડી અંગે સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના MSME-ફેસિલિટેટરશ્રી હિમાંશુ ગૌરે યુવતીઓને સૂક્ષ્મ, મધ્યમ અને લઘુ ઉદ્યોગને લગતી વિસ્તૃત માહિતી આપી જણાવ્યું કે ભવિષ્યમાં કોઈ ઉદ્યોગ કે સ્વરોજગાર અંગે જાણકારી માટે તેમજ કોઈ પણ સમસ્યા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મદદ માટે હંમેશા તત્પર છે.

જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ નહેરૂ યુવા કેન્દ્રની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડી ઉપયોગી જાણકારી આપી હતી. યુવા હિસાબી અધિકારી જયદીપસિહ રાવલજી, ATDC કલાસના ઇન્સ્ટ્રકટર વસીમ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક કાર્યકર દીપક જાયસ્વાલ, સ્વયંસેવક જયદીપ ચૌહાણ અને ચેતન કલસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત યુવતીઓએ રજૂ કરેલા સ્વરોજગારને લગતાં પ્રશ્નો અને મૂંઝવણનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button