એજ્યુકેશનબિઝનેસ

23 વર્ષના ગુજરાતી આંત્રપ્રિન્યોરે લંડનમાં અભ્યાસ કરવા દરમિયાન વિદેશ ભણવા જતાં તમામ વિદ્યાર્થીઓ માટે વન-સ્ટોપ-સોલ્યુશન આપતું ઓનલાઇન પ્લેટફોર્મ Ocxee Ltd. બનાવ્યું

સુરત, ગુજરાત : દર વર્ષે સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુએસ, યુરોપ, કેનેડા, ન્યુ ઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા દ્વારા જાય છે, પરંતુ આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યાં બાદ યોગ્ય રહેઠાંણ, પીક અને ડ્રોપ સુવિધા, વીમા, ફોરેન એક્સચેન્જ, વિઝા આસિસ્ટન્સ, એજ્યુકેશન લોન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં જ ઘણી મૂંજવણનો સામનો કરે છે. વિશ્વસનીય માર્ગદર્શન અને સહયોગના અભાવથી ઘણીવાર વિદ્યાર્થીઓ નુકશાન કરી બેસે છે.

આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે સુરતના યુવાન ઉદ્યોગસાહસિક 23 વર્ષીય મીત કોટડિયાએ વર્ષ 2018માં Ocxee Ltd. યુકેમાં લોન્ચ કર્યું હતું, જે વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ માટે વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે ઉભરી રહ્યું છે. થોડાં વર્ષો પહેલાં મીત કોટડિયા પોતે લંડનમાં બેચરલર્સ ડિગ્રી માટે ગયાં હતાં, જ્યાં તેમણે એક વિદ્યાર્થીને સામનો કરવી પડતી તમામ તકલીફોનો અનુભવ કર્યો અને તેથી જ Ocxee Ltd. શરૂ કરવાનો નિર્ણય કર્યો.

મહત્વપૂર્ણ છે કે મીત કોટડિયા દ્વારા યુકે સરકાર સમક્ષ કંપનીની યોજનાઓની દરખાસ્ત રજૂ કરતાં તેમને ટિયર-1 આંત્રપ્રિન્યોર વિઝા આપવામાં આવ્યો છે. આ વિઝા રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો જેવાં હાઇવેલ્યુ માઇગ્રન્ટ્સને અપાય છે.

પોતાનો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે, “વિદેશમાં અભ્યાસની શરૂઆતમાં જ મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વિદેશ જતાં પહેલાં જ ભારતમાંથી જ મેં એકોમોડેશન (રહેઠાંણ) નક્કી કર્યું હતું, પરંતુ ત્યાં પહોંચ્યાં બાદ માલીકે ઘર આપવાનું નકાર્યું તથા કોઇપણ સૂચના વિના જ અન્યને ઘર ભાડે આપી દીધું હતું. અભ્યાસ દરમિયાન મને યોગ્ય રહેઠાંણ શોધવામાં ઘણી મૂશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પૂરતા માર્ગદર્શન અને સહયોગના અભાવથી આ વિકટ સ્થિતિમાં મારે સંબંધીને ત્યાં પણ રહેવાનો વારો આવ્યો. જોકે, પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અને મારી માફક અન્ય વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે Ocxee Ltd. સ્થાપવાની મને પ્રેરણા મળી.

વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં યુકેનું માર્કેટ વધુ સંગઠિત છે તથા અહીં અભ્યાસ કર્યો હોવાથી મીત કોટડિયાએ કંપનીની સ્થાપના યુકેમાં કરવાનો નિર્ણય કર્યો. હવે અન્ય દેશોમાં પણ કામગીરી વિસ્તારવામાં આવી રહી છે. મીતનું રિયલ એસ્ટેટ પરિવારનું બેકગ્રાઉન્ડ હોવાથી અને અને તેમણે યુકેમાં રિયલ એસ્ટેટ સર્વિસિસમાં માસ્ટર્સ કર્યું છે તથા ત્યારના અનુભવ  ના આધારે તેમણે સ્ટુડન્ટ એકોમોડેશન માર્કેટને સંગઠિત બનાવવાનો નિર્ણય કર્યો. જેથી વિદેશની ધરતી ઉપર કોઇપણ વિદ્યાર્થી સુવિધાઓથી વંચિત ન રહે અને તે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

આજે ખુબજ ઓછા સમયમાં Ocxee Ltd. વિદ્યાર્થીઓ માટે અગ્રણી વન-સ્ટોપ-સોલ્યુશન પ્રોવાઇડર તરીકે ઉભરી આવ્યું છે. કંપનીએ પીક અપ એન્ડ ડ્રોપ સર્વિસિસ માટે 130 દેશોને આવરી લીધા છે, 55 દેશોમાં બેન્કિંગ નેટવર્ક ધરાવે છે, જેમાં વિશ્વભરમાં 8000થી વધુ બેન્ક સાથે જોડાણ તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 165 દેશોમાં રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે વિશ્વભરમાં કુલ 1.5 મિલિયન બેડની ક્ષમતાઓ પણ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ 19 મહામારીને કારણે વિદેશોમાં અભ્યાસ કરતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડ્યું છે, પરંતુ તેમને ભાડા સહિતની અન્ય રકમ કરારના ભાગરૂપે ચૂકવવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિમાં Ocxee Ltd. તેમના ગાર્ડિયન તરીકેની કામગીરી નિભાવશે અને બિનજરૂરી કોઇ વધારાનો ખર્ચ ન આવે તેની કાળજી લેશે.

તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં અમે વિશ્વભરમાં સ્ટુડન્ટ એકોમેડેશન બાબતે પ્રથમ ક્રમની કંપની બનવાનો લક્ષ્ય ધરાવીએ છીએ. ટૂંક સમયમાં Ocxee Ltd. કુલ 50 સેવાઓ પૂરી પાડશે, જેમાં ફુડ સર્વિસ, ગાઈડ ટુ ન્યુ સિટી, ગેરંટર, મેડિકલ સર્વિસિસ, ડેઇલી એસેન્શિયલ વગેરે જેવી નવી સેવાઓ પણ પોર્ટફોલિયોમાં સામેલ કરવા કટીબદ્ધ છીએ. વધુમાં ટૂંક સમયમાં કેનેડા, યુકે, યુએસએ, યુરોપિયન દેશો, ન્યુ ઝિલેન્ડમાં અમારા પ્રતિનિધિઓનું મજબૂત નેટવર્ક તૈયાર કરવાની પણ અમારી યોજના છે.

કોવિડ-19ને કારણે સર્જાયેલી કટોકટીને જોતાં કંપની ઓનલાઇન અભ્યાસને સરળ બનાવવા ચેનલ પાર્ટનર્સને એજ્યુકેશન પોર્ટલ નજીકના ભવિષ્યમાં પૂરું પાડવાની પણ યોજના છે. આ પ્લેટફોર્મ એ પ્રકારે ડિઝાઇન કરાશે કે જેનાથી વિદ્યાર્થી સરળ ટેક્નોલોજી દ્વારા અભ્યાસને આગળ ધપાવી શકશે.

 

વધુ માહિતી માટે વિઝિટ કરો :  https://www.ocxee.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button