સુરત

વિશ્વ મહિલા દિવસની ઉમંગભેર ઉજવણી કરતું પ્રગતિ યુવક મંડળ

સુરત: ૮ માર્ચ ‘વિશ્વ મહિલા દિવસ’ ની સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે બેગમપુરા સ્થિત પ્રગતિ વિદ્યાલયના સભાખંડમાં પ્રગતિ યુવક મંડળ, પ્રગતિ વિદ્યાલય અને જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી ઇન્દુભાઇ દાળવાલા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગ્રેટરના પ્રમુખ શ્રીમતી અનિષાબેન ગાંધીના હસ્તે શહેરની વિવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત અને અલગ-અલગ કાર્યક્ષેત્રમાં સેવા આપતી મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.
ઉજવણીમાં સુરત મહાનગરપાલિકાના ડે.કમિશનર ગાયત્રીબેન જરીવાલા, પૂજાબેન વકીલ, આચાર્યાશ્રી ફાગુની મહેતા, કોર્પોરેટર મનિષાબેન મહાત્મા, આચાર્યશ્રી સિટીઝન પ્રા.શાળા ચંપાકલીબેન જરીવાલા, પ્રાણીબચાવ ઝુંબેશ સાથે સંકળાયેલા નારંગીબેન પટેલ, સવિતાબેન, કૈલાશબેન, પુર્ણિમાબેન દેસાઇનું સ્મૃત્તિ ભેટ અને ગુલદસ્તા આપી દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
દરેક સન્માનિત મહિલાઓએ પ્રગતિ વિદ્યાલયની આ વિશિષ્ટ પ્રવૃત્તિને આવકારી સુંદર પ્રતિભાવ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button