એજ્યુકેશનવડોદરા

‘ऐक्यम्-2023′ થીમ પર ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટીએ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ તથા એવોર્ડ સમારોહનું આયોજન કર્યું

વડોદરા:  સ્કિલ ડેવલપમેન્ટ પ્રત્યે વધુ ભાર આપતી અને માત્ર અભ્યાસ જ નહિં સ્કિલ સાથે વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં નિપુણ કરવા માર્ગદર્શન પુરૂ પાડતી ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના રસરંગ ક્લબ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વાર્ષિક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસક્રમ, સહ-અભ્યાસિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, લાઇફ એન્ડ એપ્લાઇડ સાયન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ મેકાટ્રોનિક્સના 57 વિદ્યાર્થીઓએ સેમેસ્ટર એન્ડની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શન માટે એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીએ તેના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભારતના G20 પ્રેસિડેન્સી અને યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામને અનુરૂપ ‘ ऐक्यम् – 2023’ થીમ હેઠળ કર્યું હતું જેનો અર્થ થાય છે એકતા, કાર્યકમ ‘બિલ્ડિંગ બ્રિજ એન્ડ નોટ વોલ્સ’ સિદ્ધાંત સાથે ઉજવવમાં આવ્યો હતો. યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ‘ऐक्यम् ‘ થીમ ને અનુરુપ વિવિધ પર્ફોમન્સ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ફેકલ્ટી સભ્યોએ તથા વિદ્યાર્થીઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ એ એવો સમય છે જ્યારે વિદ્યાર્થીઓ વર્ગખંડમાંથી બહાર નીકળીને તેમની અન્ય પ્રતિભાઓનું પણ પ્રદર્શન કરે છે.

ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) અવની ઉમટ્ટે ઈવેન્ટનું ઉદઘાટન કરતી વખતે વિદ્યાર્થીઓને તેમના રોજિંદા જીવનમાં ધર્મને અનુકૂલિત કરવા વિનંતી કરી હતી જે આપણા ઘરમાં સુમેળ અને વિશ્વમાં શાંતિ લાવશે. ઈવેન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ તેમણે રસરંગ ક્લબની ટીમ અને વિદ્યાર્થી સંયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમમાં ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સીટી રજીસ્ટ્રાર, પ્રો.(ડૉ.) એચ.સી. ત્રિવેદી, દરેક વિભાગના વડાઓ પણ ટીચીંગ અને નોન-ટીચીંગ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.

યુનિવર્સિટીમાં ક્લાઈમેટ ચેન્જ યુથ આઉટરીચ કાર્યક્રમ પણ યોજાયો જે ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા શરૂ કરાયેલ છે જે કાર્યક્રમમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે વક્તૃત્વ, સ્લોગન રાઈટિંગ, નિબંધ લેખન, ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે ઈનોવેટિવ આઈડિયાઝ અને ગ્રુપ ડિસ્કશન માં ભાગ લીધો હતો. સ્પર્ધાના અંત માં દરેક કેટેગરીમાં વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button