સુરત

ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’ અંતર્ગત ‘વેસ્ટર્ન ગારમેન્ટ માટેના ફેબ્રિકસ’ તથા ‘શટલલેસ લૂમ્સ પ્રોજેકટ રિપોર્ટ (વોટરજેટ, રેપિયર, એરજેટ) અને ટફ સ્કીમ્સ’ વિશે સેશન યોજાયું

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ગારમેન્ટમાં કન્વર્ટ થઇ જાય તો સુરતમાં ઘણું બધું કામ થઇ શકે છે : સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા યોજાયેલા ‘ટેક્ષ્ટાઇલ વીક’ અંતર્ગત શુક્રવાર, તા. ર૯ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ સેશનમાં ‘વેસ્ટર્ન ગારમેન્ટ માટેના ફેબ્રિકસ’ વિશે યસ ફેશનના મનન ગોંડલિયા અને એફ સ્ટુડિયોના સુભાષ ધવને માહિતી આપી હતી. જ્યારે ‘શટલલેસ લૂમ્સ પ્રોજેકટ રિપોર્ટ (વોટરજેટ, રેપિયર, એરજેટ) અને ટફ સ્કીમ્સ’ વિશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ કપાસિયાવાલાએ માહિતી આપી હતી.

સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવર્સ ભાઇઓને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવા માટે હાકલ કરી હતી. જો ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો ગારમેન્ટમાં કન્વર્ટ થઇ જાય તો સુરતનું સુરતમાં ઘણું બધું કામ થઇ શકે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપી હતી.

મનન ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં હવે કલ્ચર બદલાઇ રહયું છે. ફોર્મ્યુલર, કેઝયુલ, સ્પોર્ટસ વેર અને ડેઇલી વેર બધા જ મિકસ થઇ ગયા છે. વર્ષ દરમ્યાન મહિલા એક બેગની ખરીદી કરે તો પણ વર્ષમાં રૂપિયા ૮૦ કરોડની બેગનું વેચાણ થાય છે. ફેબ્રિકમાં ગ્લોબલી બદલાવ થઇ રહયા છે અને તેના મુજબ ફેબ્રિક બનાવવું પડશે. એના માટે કર્મચારીઓને સ્કીલ્ડ કરવા પડશે. હવે ઇન્ડસ્ટ્રીમાં ફયુચર ટ્રેન્ડ સસ્ટેનેબિલિટીનો ઉભો થયો છે. પર્યાવરણ ઉપર તેની માઠી અસર નહીં થાય તેની કાળજી લેવાની રહેશે. તેમણે કહયું કે, ચાઇનામાં મોંઘવારી વધી રહી છે. લેબર, કેમિકલ અને એનર્જીની કોસ્ટ વધી ગઇ છે. બધું જ રો મટિરિયલ ભારતમાં બને છે. આથી ભારત માટે ખૂબ જ મોટી તક છે. પીએલઆઇ અને એ–ટફ જેવી સ્કીમને કારણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઝડપી ગતિથી આગળ વધી શકે છે.

સુભાષ ધવને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ૪૮ વર્ષના અનુભવનો નિચોડ આપ્યો હતો. તેમણે ચિંતામુકત થઇને વેપાર કરવાની સલાહ આપી હતી. ગ્લોબલ માર્કેટમાં દર પંદર દિવસમાં ટ્રેન્ડ બદલાઇ રહયો છે. એના માટે ઉદ્યોગકારો અને વેપારીઓએ કો–ઓર્ડીનેશન કરીને વેપાર કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. તેમણે કહયું કે, ચાઇનાને પછાડવાની દૃષ્ટિએ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાનું છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી સારો સમય આવ્યો છે અને સમયનો સદુપયોગ કરીને ઉદ્યોગકારોએ – વેપારીઓએ આગળ વધવાનું છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ કપાસિયાવાલાએ વોટરજેટ, રેપિયર અને એરજેટ શટલલેસ લૂમ્સ પ્રોજેકટ રિપોર્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે એ–ટફ સ્કીમ વિશે પણ ઉદ્યોગકારોને મહત્વની જાણકારી આપી હતી. સિંગલ મશીન ઉપર પણ ઉદ્યોગકારોને સબસિડી મળશે પણ બેંચમાર્ક મશીન હોવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. જો કે, બેંકમાંથી લોન લીધા વગર આ સબસિડી મળશે નહીં. શિડયુલ બેંક અથવા કો–ઓપરેટીવ બેંકમાંથી લોન લીધી હશે તો જ ઇન્ટરેસ્ટ સબસિડી મળશે. તેમણે પાવર ટેરીફ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી વિશે પણ ઉદ્યોગકારોને સમજણ આપી હતી.

નીફટના એસોસીએટ પ્રોફેસર અનુપમ રાણાએ તેમની ફેશન ઇન્સ્ટીટયુટ દ્વારા ચાલતા જુદા–જુદા ડિઝાઇન પ્રોગ્રામ્સ વિશે માહિતી આપી હતી. મુખ્યત્વે તેમણે ફેશન ડિઝાઇનીંગ, જ્વેલરી ડિઝાઇન અને એકસેસરી ડિઝાઇન વિશે માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સેશનનો ટૂંકમાં સાર રજૂ કર્યો હતો. જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ્લ શાહે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સેશનના અંતે જીએફઆરઆરસીના કો–ચેરમેન નવિન પટેલે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button