ઓટોમોબાઇલ્સગુજરાતબિઝનેસ

ભારતમાં ટોયોટા તરફથી ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી મોબિલિટી સર્વિસ લોન્ચ કરી

Ø  કંપનીએ ગ્રાહકોને કોર્પોરેટ લિઝિંગ અને વ્યક્તિગત સબસ્ક્રિપ્શન ઓફર કર્યું        

·        ટોયોટાની મોબિલિટી સર્વિસ – ટોયોટા કિર્લોસ્કર મોટરની નવી પહેલ, જે લિઝિંગ અને સબસ્ક્રિપ્શન સર્વિસ ઓફર કરે છે

·        દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઇમાં પ્રથમ તબક્કામાં શરૂઆત બાદ પ્રથમ વર્ષે તબક્કાવાર રીતે ટોચના 10 શહેરોમાં લિઝિંગ અને સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરાશે

·        કોર્પોરેટ્સ ત્રણથી પાંચ વર્ષની મુદ્દત માટે ફિક્સ્ડ માસિક ફી સાથે તેમની પસંદગીના વાહન લઇ શકશે

·        સબસ્ક્રિપ્શન માટે ગ્રાહક 24થી48 મહિનાના ટૂંકાગાળાને પસંદ કરી શકશે

સુરત– ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ તેના નવા વર્ટિકલ ટોયોટા મોબિલિટી સર્વિસ (ટીએસએમ) દ્વારા ભારતમાં નવા કાર લિઝિંગ અને સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ભારતમાં ટીકેએમના ભાવિ મોબિલિટીની પહેલને આગળ ધપાવશે. ટોયોટા મોબિલિટી સર્વિસ દિલ્હી-એનસીઆર, બેંગ્લોર અને મુંબઇ જેવાં શહેરના ગ્રાહકોને લિઝિંગ અને સબસ્ક્રિપ્શન પ્રદાન કરશે તેમજ એક વર્ષના સમયમાં તબક્કાવાર રીતે વધુ 10 શહેરોમાં તેને વિસ્તારવામાં આવશે. આ માટે ટીકેએમ ટોયોટા ફાઇનાન્સિયલ સર્વિસિસ, એએલડી ઓટોમોટિવ ઇન્ડિયા અને એસએમએએસ ઓટો લિઝિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હેઠળ પ્રવર્તમાન બ્રાન્ડ કિન્ટો સાથે ભાગીદારી કરશે.

આ નવી પહેલ હેઠળ ગ્રાહકો માસિક ફિક્સ્ડ ભાડા ઉપર ત્રણથી પાંચ વર્ષની મુદ્દત માટે તેમની પસંદગીની કાર લઇ શકશે. માસિક ફીમાં વાહનનું મેન્ટેનન્સ, વીમો અને રોડસાઇડ આસિસ્ટન્સ સામેલ રહેશે. સબસ્ક્રિપ્શન માટે ગ્રાહકો પાસે 24થી 48 મહિનાના ટૂંકાગાળાના ઉપયોગ માટેની ફ્લેક્સિબિલિટી રહેશે. કાર લિઝિંગ અને સબસ્ક્રિપ્શન વધારાની ફ્લેક્સિબિલિટી સાથે માલીકીની અનુકૂળતા પ્રદાન કરે છે. વધુમાં ગ્રાહક ભારતમાં ઓફર થતી ટીકેએમની વિવિધ પ્રોડક્ટ્સમાંથી પસંદગી કરી શકશે, જેમાં ગ્લેન્ઝા, યારિસ, ઇનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર અને ટૂંક સમયમાં લોન્ચ થનારી અર્બન ક્રુઝર સામેલ છે.

આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં ટીકેએમના સેલ્સ અને સર્વિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ઓટોમોટિવ ઉદ્યોગ સદીમાં એકવાર જોવા મળતું અભુતપૂર્વ પરિવર્તન અનુભવી રહ્યો છે તથા ઓટોમોબાઇલ નિર્માતાઓ તરીકે અમે પરંપરાગત કાર કંપનીમાંથી મોબિલિટી કંપનીમાં અમારી જાતને પરિવર્તિત કરીએ તે અત્યંત આવશ્યક છે. એક ગ્રાહક કેન્દ્રિત કંપની તરીકે પ્રોડક્ટ અથવા સર્વિસિસ સાથે અમે ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો સાથે સુસંગત પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છીએ. ટોયોટાની મોબિલિટી સર્વિસની ભુમિકા ગ્રાહકોની ઉભરતી મોબિલિટી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક સોલ્યુશન પ્રદાન કરવાની રહેશે. લિઝિંગ અને સબસ્ક્રિપ્શન આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ સાધે તેવી અપેક્ષા છે. આ સાથે અમે અમારા કોર્પોરેટ, ફ્લીટ કસ્ટમર્સ અને સબસ્ક્રાઇબર્સ સાથે મળીને તેમને શક્ય તમામ મોબિલિટી સર્વિસના મોડલ્સ પ્રદાન કરવા માગીએ છીએ, જેથી તેમની જરૂરિયાતને સમજી શકાય અને મોબિલિટી-એઝ-અ-સર્વિસ અને કનેક્ટેડ કાર્સ જેવા કસ્ટમાઇઝ્ડ અને ભવિષ્યલક્ષી સોલ્યુશન્સ ઓફર કરી શકાય.

જોકે, ગ્રાહકો વચ્ચે વધુ જાગૃતિ ફેલાવવાની આવશ્યકતા છે કારણકે તેમને ઘણાં લાભો અંગે જાણકારી ન હોય. ઉદાહરણરૂપે, ગ્રાહકો તેમની પસંદગી – મોડલ, વેરિઅન્ટ્સ, મેન્ટેનન્સ પેકેજીસ મૂજૂ નવા વાહન ભાડાપટ્ટે લેવા અંગે જાણકારી ન હોય. વધુમાં કોર્પોરેટ લિઝિંગનો મુખ્ય લાભ કોર્પોરેટ કર્મચારીઓ માટે ટેક્સ મેરિટ સક્ષમ કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અમે દેશમાં ગ્રાહકોની બદલાતી વર્તણૂંકને અનુસરવા માગીએ છીએ, જ્યાં ગ્રાહકો પ્રવર્તમાન સંજોગોમાં કારના માલીક બનવાને બદલ કારનો ઉપયોગ કરવાને પસંદ કરે. વૈશ્વિક સ્તરે પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે, જેમાં લિઝિંગ અને સબસ્ક્રિપ્શન બિઝનેસ પુખ્ત બન્યો છે અને તે ભવિષ્યલક્ષી મોબિલિટી સોલ્યુશન્સની રજૂઆત માટે મહત્વપૂર્ણ બની રહેશે.

 

વધુ માહિતી, માટે ગ્રાહકો લોન ઓન કરે – https://www.toyotabharat.com/mobility-solutions/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button